રેવ પાર્ટીમાં કોબ્રાનું ઝેર, વિદેશી યુવતીઓની સપ્લાઈ, FIR પછી એલ્વિશ યાદવ ફરાર
બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગૌરવ ગુપ્તા નામના એક વ્યક્તિએ એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે. આરોપ છે કે, એલ્વિશ યાદવ પોતાના મિત્રો સાથે નોઇડામાં રેવ પાર્ટી કરાવતો હતો અને આ પાર્ટીમાં પ્રતિબંધિત સાપોનાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એવો પણ આરોપ છે કે પાર્ટીમાં વિદેશી યુવતીઓને બોલાવવામાં આવતી હતી.
આ કેસમાં નોઇડા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. તો પોલીસ આ કેસમાં એલ્વિશને લઇ હજુ પણ તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલના ગૌરવ ગુપ્તાએ આ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે યૂટ્યૂબર એલ્વિશ નોઇડાના ફાર્મ હાઉસમાં બીજા સાથીઓ સાથે સાંપોની સાથેના વીડિયો પણ શૂટ કરતો હતો.
પોલીસ અનુસાર, નોઇડા પોલીસે પ્રતિબંધિત સાપોના ઝેરની સપ્લાઈ કરનારા ગેંગને લઇ રેડ મારી હતી અને આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ પર ઘણાં ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી યુવતીઓની સપ્લાઈ કરવાનો આરોપ સામેલ છે.
પોલીસે જ્યારે ધરપકડ કરેલા 5 આરોપીઓ સાથે પૂછપરછ કરી તો તેમણે યૂટ્યૂબર એલ્વિશ યાદવને ગેંગ સાથે જોડાયા હોવાની વાત કહી. એટલું જ નહીં આ ગેંગના કબ્જામાંથી 9 સાંપ અને સાંપોનું ઝેર મળી આવ્યું છે. જેમાં 5 કોબ્રા અને બાકીના અલગ પ્રજાતિના સાપો છે. પોલીસનું કહેવું છે કે, અમે કેસ દાખલ કરી લીધો છે. જેમાં એલ્વિશ યાદવનું નામ છે. જોકે તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત પોલીસે પકડવામાં આવેલા સાંપોને વન વિભાગને સોંપી દીધા છે.
FIRની સામે આવેલી કોપી અનુસાર, એલ્વિશ યાદવનું નામ પણ આરોપીઓમાં નોંધાયેલું છે. આ FIR પીપલ ફોર એનીમલમાં એનિમલ વેરફેર ઓફિસરના પદ પર કાર્યરત ગૌરવ ગુપ્તાએ દાખલ કરાવી છે. ગૌરવ ગુપ્તાને નોઇડામાં આ પ્રકારની ગતિવિધિઓની સૂચના મળી રહી હતી. એવી પણ ખબર પડી હતી કે યૂટ્યૂબ એલ્વિશ યાદવ નોઇડા-NCRના ફાર્મ હાઉસોમાં અમુક લોકો સાથે મળીને સ્નેક વેનમ(ઝેર) અને જીવતા સાપોની સાથે વીડિયો શૂટ કરાવતો હતો. સાથે જ ગેર કાયાદાકીય રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરાવતો હતો.
ખેર, હાલમાં નોઇડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 6 નામજદ અને અમુક અજ્ઞાત સામે કેસ દાખલ કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp