ઓનલાઇન ક્રિક્રેટ સટ્ટામાં 5 કરોડ જીતીને 58 કરોડ ગુમાવ્યા,દરોડામાં 14 કરોડ જપ્ત

PC: amarujala.com

નાગપુરનો એક વેપારી ઓનલાઇન ક્રિક્રેટ સટ્ટામાં 5 કરોડ રૂપિયા કમાયો હતો,પરંતુ વધારે કમાવવાના લોભમાં 58 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. હારી ગયા પછી આ વેપારી પોલીસના શરણે ગયો અને પોલીસે બુકીના ઘરે દરોડા પાડ્યા.

નાગપુરનો એક વેપારી ઓનલાઈન જુગારમાં 58 કરોડ રૂપિયા હારી ગયો. તેની ફરિયાદના આધારે પોલીસે શનિવારે એક શંકાસ્પદ બુકીના ઘરે દરોડો પાડીને 14 કરોડ રૂપિયા રોકડા અને ચાર કિલો સોનું જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર બુકીએ વેપારીને ઓનલાઈન જુગાર રમવા માટે એકાઉન્ટ ખોલવા માટે વોટ્સએપ લિંક મોકલી હતી. વેપારીના ખાતામાં આઠ લાખ રૂપિયા જમા મળ્યા હતા.દરોડા પડ્યા તે પહેલા બુકી ભાગી છુટ્યો છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં એક વેપારી ઓનલાઇન જુગારમાં 58 કરોડ રૂપિયા હારી ગયો હતો. વેપારીએ પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસે શંકાસ્પદ બુકી અનંત ઉર્ફે નવરતન જૈનના ઘરે દરોડા પાડ્યા હતા.પોલીસને બુકીના ઘરેથી મોટો દલ્લો મળ્યો હતો. બુકીના ઘરેથી 14 કરોડ રૂપિયા રોકડા અને 4 કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.પોલીસે રોકડા અને સોનાના બિસ્કીટ જપ્ત કરી લીધા છે. જો કે, દરોડા પડે તે પહેલાં નવરતન જૈન ઘરેથી ભાગી છુટ્યો હતો.

નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે બુકી દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે આરોપીઓએ વેપારીને વધુ નફો કમાવવા માટે ઓનલાઈન જુગાર રમવા માટે મનાવી લીધો હતા. જોકે વેપારીએ શરૂઆતમાં થોડો ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ પાછળથી તે નવરતન જૈનની વાતોમાં આવી ગયો હતા અને હવાલા વેપારી દ્રારા તેને 8 લાખ રૂપિયા મળ્યા હતા.

પોલીસ કમિશ્નર અમિતેશ કુમારે આગળ કહ્યું કે, આરોપી નવરતન જૈને વેપારીને ઓનલાઇન જુગાર રમવા ખાતું ખોલવા માટે એક વ્હોટસેપ લિંક મોકલી હતી. વેપારીના ખાતમાં 8 લાખ રૂપિયા જમા મળ્યા અને તેણે જુગાર રમવાનું શરૂ કરી દીધું હતું. કમિશ્નરે કહ્યું કે, શરૂઆતમાં નફો મળતો ગયો એટલે વેપારી વધુ જુગાર રમતો ગયો અને આખરે મોટું નુકશાન કરવાના વારો આવ્યો. ઓનલાઇન જુગારમાં વેપારી 5 કરોડ રૂપિયા નફો કમાયો હતો, પરંતુ લોભમાં આવ્યો અને 58 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો.

પોલીસ કમિશ્નરે કહ્યું કે વેપારીને  મોટું નુકશાન થતા તેણે બુકી પાસે પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ નવરતન જૈને પૈસા પાછા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.પોલીસે વેપારીની ફરિયાદને આધારે નાગપુરથી 160 કિ.મી. દુર આવેલા ગોંડિયામાં બુકી નવરતન જૈનને ઘરે દરોડા પાડીને 14 કરોડ રૂપિયા રોકડા અને 4 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp