દુનિયાની બેસ્ટ સ્કૂલોનું તૈયાર થયુ લિસ્ટ, ભારતની આ 5 શાળામાં એક ગુજરાતની પણ શાળા
દુનિયાની બેસ્ટ સ્કૂલનું લિસ્ટ તૈયાર થઈ ગયુ છે. તેનું આયોજન UKમાં કરવામાં આવ્યું છે. તેને માટે અલગ-અલગ કેટેગરી બનાવવામાં આવી છે. આ એવોર્ડની પ્રાઇઝ મની 250000 ડૉલર છે. આ લિસ્ટમાં દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 5 સ્કૂલોને દુનિયાની બેસ્ટ સ્કૂલના પુરસ્કાર માટે અલગ-અલગ કેટેગરીમાં ટોપ-10માં સામેલ કરવામાં આવી છે. વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ એવોર્ડનું આયોજન સમાજની પ્રગતિમાં સ્કૂલોના યોગદાન અને દુનિયાભરમાં સ્કૂલોની સુવિધા માટે કરવામાં આવ્યું છે. જાણકારી આપી દઈએ કે, દુનિયાની બેસ્ટ સ્કૂલ પુરસ્કાર કમ્યુનિટી સપોર્ટ, એન્વાયરમેન્ટ એક્શન, ઇનોવેશન, પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર કાબૂ મેળવવા અને હેલ્ધી લાઇફનું સમર્થન કરવા સહિત 5 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. આ એવોર્ડ દ્વારા સ્કૂલોને બાળકોના વિકાસમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રની 5 ભારતીય સ્કૂલ આ લિસ્ટમાં સામેલ છે.
એજ્યુકેશન એન્ડ ધ વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝના સંસ્થાપક વિકાસ પોટાએ જણાવ્યું, દુનિયાભરની સ્કૂલ આ ભારતીય સંસ્થાઓ અને તેમના દ્વારા વિકસિત સંસ્કૃતિ દ્વારા શીખશે. તેમણે આગળ કહ્યું, દુનિયાની બેસ્ટ સ્કૂલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલી સ્કૂલ, તેનાથી કોઈ ફરક નથી પડતો કે તે ક્યાં આવેલી છે અથવા તેઓ શું ભણાવે છે, તે તમામની એક મજબૂત સંસ્કૃતિ છે. તેમના નેતા અસાધારણ શિક્ષકોને પ્રેરિત કરવાનું જાણે છે. તેઓ સારા ભણતર અને શીખવાના માહોલનું નિર્માણ કરે છે.
જે ભારતીય સ્કૂલોને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, તેમના નામ છે- નગર નિગમ પ્રતિભા બાલિકા વિદ્યાલય (NPBV) F- બ્લોક, દિલશાદ કોલોની છે. આ દિલ્હીની એક સરકારી સ્કૂલ છે. બીજી ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈ છે જે એક પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. ત્રીજી રિવરસાઇડ સ્કૂલ, અમદાવાદ, ગુજરાત પણ એક પ્રાઇવેટ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. ચોથી સ્નેહાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મહારાષ્ટ્ર, અહમદનગરમાં એક ચેરિટી સ્કૂલ છે, જેણે HIV/ AIIDSથી પીડિત બાળકો અને સેક્સ વર્કર પરિવારોના બાળકોના જીવનને બદલે છે.
પાંચમી સ્કૂલ શિંદેવાડી મુંબઈ પબ્લિક સ્કૂલ (ધ આકાંક્ષા ફાઉન્ડેશન), મુંબઈની એક ચાર્ટર સ્કૂલ છે. દુનિયાની બેસ્ટ સ્કૂલ પુરસ્કારોમાંથી દરેક કેટેગરી માટે ટોપ 3 ફાઇનલિસ્ટની જાહેરાત સપ્ટેમ્બરમાં થશે. ત્યારબાદ ઓક્ટોબરમાં વિજેતાઓના નામ આવશે. તેમજ, 250000 ડૉલરની ઇનામની રકમ 5 વિજેતાઓની વચ્ચે સમાનરીતે વહેંચી દેવામાં આવશે. એટલે કે, દરેક વિજેતા સ્કૂલને 50000 ડૉલરનું ઇનામ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp