જાનૈયાઓથી ભરેલી ગાડીની ટ્રક સાથે ટક્કર થતા 5ના મોત, 7 ગંભીર

વધુ એક દુર્ઘટનાના સમાચાર બિહામાંથી સામે આવી રહ્યા છે. બિહારના પૂર્ણિયામાં એક દુઃખદ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. તેમજ આ દુર્ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બિહાર જિલ્લાના મરંગા પોલીસ સ્ટેશનના એનએચ 31 બાઈપાસ નજીક શનિવારે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાનો શિકાર થયેલા લોકો જાનૈયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ગાડીની ટ્રક સાથે ટક્કર થઈ ગઈ હતી, જેમા 5 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા, જ્યારે 3 બાળકો સહિત કુલ 6 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના બની ત્યારે સ્થળ પર લોકોની ચીખો સંભળાઈ રહી હતી. આસપાસ રહેતા લોકો આ બૂમો સાંભળીને ત્યાં દોડતા આવી ગયા હતા અને તેમણે ઈજાગ્રસ્તોને હોસિપટલ પહોંચાડવામાં મદદ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પૂર્ણિયા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
તમામ ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ ઘટના બાબતે જાનમાં જઈ રહેલા મૃતકના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, તે લોકો અરરિયા જિલ્લાના જોકીહાટથી ખગડિયા જાનમાં જઈ રહ્યા હતા. સ્કોર્પિયો ગાડીએ રોડના કિનારે ઊભા રહેલા ટ્રકમાં પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી, જેમા ઘટના સ્થળ પર જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. દુર્ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના એસડીપીઓ પુષ્કર કુમારે મામલાની જાણકારી આપતા કહ્યું હતું કે, અત્યારસુધી 4 લોકોના મોત થયા છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકોની હાલત ગંભીર છે. તેમજ, સિવિલ સર્જને પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. સિવિલ સર્જન અભય પ્રકાશ ચૌધરીએ કહ્યું હતું કે, જેવી ઘટનાની સૂચના મળી છે, ડૉક્ટરોની આખી ટીમ હોસ્પિટલમાં કામે લગાડી દેવામાં આવી છે. દરેક પ્રકારની વ્યવસ્થા અહીં કરવામાં આવી રહી છે પરંતુ, જે ઈજાગ્રસ્તો છે તેમની પણ હાલત ખૂબ જ નાજુક છે. મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp