25000 વોલ્ટનો વીજળીનો તાર પડવાના કારણે 5 લોકોના ઘટના સ્થળે જ મોત

હાવડા-નવી દિલ્હી રેલ માર્ગ પર સોમવારે એક દુઃખદ દુર્ઘટના બની છે. ધનબાદથી ગોમોની વચ્ચે નિચિતપુર હાલ્ટની પાસે 25 હજાર વોલ્ટ તારની ચપેટમાં આવીને છ લોકોના સળગી જવાથી મોત થઈ ગયા છે. ઘણા બીજા લોકો પણ વીજળીના તારની ચપેટમાં આવીને સળગી ગયા. ઘટનાને લઇને આ રેલ માર્ગ પર અપ અને ડાઉનમાં ટ્રેનોનું પરિચાલન અટકાવી દેવામાં આવ્યું છે.
હાવડા-બીકાનેર એક્સપ્રેસ ધનબાદ સ્ટેશન પર અટકાવી દેવામાં આવી છે. ડાઉનાં આવી રહેલી કાલકા-હાવડા નેતાજી એક્સપ્રેસને તેતુલમારી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી છે. રેલ અધિકારી અને રેલવેના ડાયરેક્ટર તેમજ પેરા મેડિકલ સ્ટાફ રસ્તાના માર્ગે ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે. ધનબાદથી દુર્ઘટના રાહત મેડિકલ યાન પણ રવાના થઈ ચુક્યુ છે.
ઘટનાને લઇને પ્રારંભિક જાણકારી અનુસાર, ધનબાદ રેલ મંડળમાં પ્રધાનખંતાથી બંધુઆ સુધી આશરે 200 કિમી રેલ માર્ગ પર ટ્રેનોની સ્પીડ 120થી 160 કિમી પ્રતિ કલાક કરવાને લઇને કામ ચાલી રહ્યું છે. સોમવારે રેલવેના ટીઆરડી વિભાગ તરફથી નિચિતપુર હાલ્ટના રેલ ફાટક પાસે પોલ લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આવા કામ માટે ટ્રાફિક બ્લોકની પરવાનગી લેવાની હોય છે. ક્રેનની મદદ લેવામાં આવે છે.
ઈજારાદાર પરવાનગી વિના જ મજૂરો પાસે કામ કરાવી રહ્યો હતો. મજૂર પોલ લગાવી રહ્યાહતા ત્યારે જ 25 હજાર વોલ્ટવાળા હાઈ ટેન્શન ઓવરહેડ તાર તરફ પોલ ઝુકી પડ્યો. તેને સંભાળવાના પ્રયત્ન વચ્ચે પોલ હાઈ ટેન્શન તારને અડી ગયો જેમાંથી કરંટ દોડી ગયો અને ઘટના સ્થળ પર જ પાંચ લોકોના કરંટ લાગવાના કારણે મોત થઈ ગયા. ઘટના બાદ અફરાતફરી મચી ગઈ. ઈજારાદાર પણ ત્યાંથી ભાગી નીકળ્યો.
ઘટનાસ્થળ પર પહોંચેલા ડીઆરએમ કમલ કિશોર સિંગાએ છના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થશે અને દોષી મળી આવવા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, ટ્રેક્શન પોલની પાસે એક ચાપાકલમાં કરંટ દોડાવાના કારણે પાણી ભરી રહેલી બાળકી પણ સળગી ગઈ. ચાપાકલની પાસેથી બેભાન અવસ્થામાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી છે.
ટ્રેક્શન પોલ લગાવવા માટે 22 મજૂરોને લગાવવામાં આવ્યા હતા. મજૂરોને ધનબાદના ભૂલીમાં રાખવામાં આવ્યા હતા. ટીમ લીડર બબલૂ કુમ્હાર છે. તેની પાસે મરનારાઓની ઓળખ કરાવવામાં આવી રહી છે. અત્યારસુધી લાતેહારના સંજય ભુઇયાં, પ્રયાગરાજના સુરેષ મિસ્ત્રી તેમજ પલામૂના ગોવિંદ સિંહ તેમજ નામદેવ સિંહની ઓળખ થઈ શકી છે. અન્યની ઓળખ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp