પરિવારના 5 લોકો બે માસની બાળકી સહિત જીવતા સળગ્યા

PC: amarujala.com

કુશીનગર જિલ્લાના રામકોલા પોલીસમથક ક્ષેત્રના માઘી મઠિયા ગામમાં બુધવારે બપોરે લગભગ બે વાગે ઘરમાં આગ લાગવાથી દિવ્યાંગ માતા પોતાની ચાર માસુમ દિકરીઓ સહિત જીવતા સળગ્યા. મરનારાઓમાં સૌથી નાની દિકરી ફક્ત બે મહિનાની હતી. તેનો મૃતદેહ માતાના ખોળામાં મળ્યો. દિવ્યાંગ હોવાના કારણે માતા પોતાને પણ ન બચાવી શકી અને પોતાની માસૂમ દિકરીઓને પણ ન બચાવી શકી. આગ ઘરની સામેની એક ઝૂંપડીમાંથી ઉઠી હતી. આગ કઇ રીતે લાગી તેની જાણકારી હજુ સુધી નથી મળી શકી.

જાણકારી અનુસાર, માઘી મઠિયા ગામના દિવ્યાંગ શેર મોહમ્મદ રીક્ષા ચલાવીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બુધવારના રોજ બપોરે તેમના પરિવારના દરેક લોકો સુતા હતા. ત્યારે તેમના ઘરની સામે નબીહસનની ઝૂપડીમાં કોઇ કારણસર આગ લાગી ગઇ. તડકો અને હવા ચાલવાના કારણે શેર મોહમ્મદનાં ઘરમાં પણ આગ લાગી ગઇ.

ઘરની સામે સ્થિત ઝૂંપડીમાં આગ લાગ્યા પછી શેર મોહમ્મદની દિકરીઓ અને પત્ની અને દાદા દાદી પાકા મકાનમાં છુપાવા માટે ચાલ્યા ગયા. એક રૂમમાં શેર મોહમ્મદની પત્ની અને ચારે દિકરીઓ હતી, તો બીજા રૂમમાં કુલસુમ છુપાઇ હતી. પણ પાકા મકાનમાં પણ આગ લાગી ગઇ. જે રૂમમાં દિકરીઓ છુપાઇ હતી, તેમાં સામાન વધારે હોવાથી રૂમમાં આગ ફેલાઇ ગઇ. જેથી પાંચે જણ એક જ રૂમમાં જીવતા સળગી ગયા. બીજા રૂમમાં હાજર શેર મોહમ્મદ અને દાદા દાદી અને એક દિકરી ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ઘટનાના સમયે શેર મોહમ્મદ રીક્ષા લઇને બહાર ગયા હતા. આગ લાગવાની જાણકારી મળતા જ તેઓ ઘરે પહોંચ્યા. ઘટનામાં શેર મોહમ્મદની 32 વર્ષની પત્ની ફાતિમા, છ વર્ષની દિકરી રોકઇ, ત્રણ વર્ષની અમીના, દોઢ વર્ષની આયશા અને બે મહિનાની ખતીજા જીવતા સળગી ગયા. શેર મોહમ્મદના દાદા 90 વર્ષના સફીદ, 85 વર્ષીય દાદી મોતીરાની અને છ વર્ષની દિકરી કુલસુમ ગંભીર રૂપે સળગી ગયા છે.

આગ લાગ્યા બાદ લગભગ ચાર કલાક સુધી ગામમાં અફરાતફરી મચી ગઇ. ફાયર બ્રિગેડને સૂચના મળ્યા છતાં તેઓ લગભગ બે કલાક મોડા પહોંચ્યા. ડીએમ રમેશ રંજન, એસપી ધવલ જયસવાલ, એડીએમ દેવીદયાળ વર્મા, એસડીએમ સદર મહાત્મા સિંહ, સીએમઓ ડો. સુરેશ પટારિયા સહિત કેટલાક અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા.

એસપી ધવલ જયસવાલે કહ્યું કે, પોલીસ પ્રશાસન તરફથી મોકા પર પહોંચીને રાહત તથા બચાવ કાર્ય કરવામાં આવ્યું મરનારી મહિલા દિવ્યાંગ હતી. દરેક આગમાં ઘેરાઇ ગયા હતા. તેથી મહિલા પોતાને પણ ન બચાવી શકી અને દિકરીઓને પણ ન બચાવી શકી. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આગ લાગ્યાનું કારણ અજ્ઞાત છે. પીડિત પરિવારને રાહત કોષ પાસેથી મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp