માતાને લોન અપાવી 5 યુવકોનો દીકરી પર ગેંગરેપ, મુંબઈ-ગુજરાત સહિત 3 રાજ્યમાં લઇ ગયા

PC: khabarhikhabar.com

રાજસ્થાનના ચુરુ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. 24 વર્ષની ગેંગરેપ પીડિતાએ આ મામલે પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને પીડિતાની તબીબી તપાસ કરાવી છે. પીડિતાનો આરોપ છે કે, આરોપીઓ તેનું અપહરણ કરીને તેને મુંબઈ, અમદાવાદ અને પાલી લઈ ગયા. દરેક સ્થળે લઈ જઈને અનેક વખત તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ અધિકારી અરવિંદ ભારદ્વાજે જણાવ્યું કે, પીડિતાએ રિપોર્ટ લખાવ્યો છે કે, તારાનગરના રહેવાસી જયદેવ, રાહુલ, રાકેશ, મોનુ અને બાબુલાલ તેની પડોશમાં ભાડેથી રહે છે. તે ફાઇનાન્સ કંપનીમાં કામ કરે છે. જયદેવે તેની માતાને RBL ફાઇનાન્સ કંપનીમાંથી 30,000 રૂપિયાની લોન અપાવી હતી. જયદેવ હપ્તો લેવા માટે તેના ઘરે આવતો-જતો હતો. લગભગ એક મહિના પહેલા તે ઘરે એકલી હતી. ત્યારે જયદેવ તેની સાથે કેક અને કોલ્ડ ડ્રિન્ક લાવ્યો હતો.

પીડિતાનો આરોપ છે કે, જ્યારે તેણે કોલ્ડ ડ્રિન્ક પીધું ત્યારે તે બેહોશ થઈ ગઈ. જ્યારે તે હોશમાં આવી ત્યારે જયદેવ તેની બાજુમાં બેઠો હતો. તેણે તેના મોબાઈલમાં તેના અશ્લીલ ફોટા અને વીડિયો બતાવ્યા. આરોપીએ ધમકી આપી હતી કે, આ ઘટના વિશે કોઈને કહીશ તો તે ફોટો અને વીડિયો વાયરલ કરી દેશે. ત્યારપછી તે તેને એકલી જોઈને ઘરે આવતો હતો અને વીડિયો ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરતો હતો. ત્યાર પછી જયદેવે તેને 9 જુલાઈ 2023ના રોજ સવારે ફોન કરીને ઘરની બહાર બોલાવી હતી.

પીડિતાએ આપેલા અહેવાલ મુજબ, તે જેવી ઘરની બહાર નીકળી કે તરત જ જયદેવે તેને બળજબરીથી કાળા કાચ લગાવેલી પોતાની કારમાં બેસાડી દીધી. રાહુલ, રાકેશ અને બાબુલાલ પહેલેથી જ કારમાં બેઠા હતા. આ લોકો તેને જયપુર લઈ ગયા. ત્યાં એક રૂમમાં બંધ કરી દીધી હતી. તે પછી તેઓ તેને મુંબઈ અને ગુજરાત લઈ ગયા. મોનુ ત્યાં પહેલેથી જ હાજર હતો. ત્યાં ફરીથી તેને એક રૂમમાં લઈ જઈને તાળું મારી દીધું. ત્યાં મોનુ, રાકેશ, જયદેવ અને રાહુલે તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યાર પછી તેઓ તેને રાજસ્થાનના પાલી લઈ આવ્યા હતા. ત્યાં પણ બધાએ બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. રિપોર્ટના આધારે પોલીસે તારાનગરના રહેવાસી જયદેવ, રાહુલ, રાકેશ, મોનુ અને બાબુલાલ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે. પરંતુ હજુ સુધી તેમની કોઈ ખબર તેમને મળી નથી. પોલીસ આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસ સમગ્ર મામલાની તમામ એંગલથી તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp