ઉભેલા વાહનને ટક્કર મારવાના કિસ્સા 22 ટકા વધ્યા, આ રાજ્યમાં સૌથી વધારે અકસ્માત

માર્ગ અને પરિવહન મંત્રાલયે ભારતમાં થતા અકસમાતો-2022 પર વાર્ષિક રિપોર્ટ રજૂ કરી છે. આ રિપોર્ટ અનુસાર, 2022માં કુલ 4,61,312 રોડ અકસ્માત થયા હતા. જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે 4,43,366 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ પ્રમાણે, દર એક કલાકે 53 રોડ અકસ્માત થયા અને દર એક કલાકમાં 19 લોકોના મોત થયા. જેમાં સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ ન કરનારાઓની સંખ્યા સૌથી વધારે રહી.
ઊભા રહેલા વાહનને ટક્કરના મામલાઓમાં સૌથી વધારે 22 ટકા વૃદ્ધિ જોવા મળી. તો સામસામી ટક્કરના મામલામાં ભલે વૃદ્ધિ 2.1 ટકા જોવા મળી, પણ આ અકસ્માતનો બીજો સૌથી મોટો પ્રકાર છે.
સતત વધી રહી છે સંખ્યા
રોડ અકસ્માતની ગંભીરતા, પ્રતિ 100 દુર્ઘટનાઓમાં મરનારા લોકોની સંખ્યાથી માપવામાં આવે છે. પાછલા એક દશકામાં આમાં વધારો થયો છે. 2012માં આની સંખ્યા 28.2 ટકા હતી, જે 2022માં વધીને 36.5 ટકા થઇ છે. જેમાં દર વર્ષે સતત વૃદ્ધિ થઇ રહી છે.
સરકારી આંકડા અનુસાર, એક્સપ્રેસવે સહિત દેશના રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે અને ગાડીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને લીધે રોડ અકસ્માતને લીધે મૃત્યુ દરમાં પણ વધારો જોવા મળ્યો છે. આંકડા અનુસાર, કારમાં બેઠેલા એ 16715 લોકોના મોત થયા છે, જેમણે સીટ બેલ્ટ નહોતા પહેર્યા. જેમાં 8300 લોકો ડ્રાઈવ કરી રહ્યા હતા, જ્યારે 8331 લોકો કારમાં સવાર હતા.
આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ગયા વર્ષે દર કલાકે લગભગ 53 અકસ્માત થયા અને 19 લોકોના મોત થયા. દેશભરમાં કુલ 461312 રોડ અકસ્માત થયા. જેમાં 168491 લોકોએ જીવ ગુમાવ્યો. 2022માં રોડ અકસ્માતોની સંખ્યામાં 11.9 ટકાની વૃદ્ધિ થઇ અને મોતોમાં 9.4 ટકાની વૃદ્ધિ થઇ.
જીવલેણ હાઈવે
દેશનો રોડ નેટવર્ક 2019માં 58.98 લાખ કિમીનો હતો. જે 2022માં વધીને 6332 લાખ કિમી થયો. નેશનલ અને સ્ટેટ હાઈવેની હિસ્સેદારી કુલ રોડ નેટવર્કમાં માત્ર 4.9 ટકા છે. રોડ અકસ્માતોના કારણોમાં હાઈસ્પીડથી 72.3 ટકા અકસ્માતો થયા અને 71.2 ટકા મોતો નોંધાઈ.
આ રાજ્યમાં સૌથી વધુ અકસ્માતો
દેશમાં સૌથી વધારે અકસ્માતો તમિલનાડુમાં થયા હતા. 2022માં 64,105 રોડ અકસ્માત થયા. જે કુલ અકસ્માતના 13.9 ટકા છે. તમિલનાડુ બાદ સૌથી વધારે અકસ્માતો મધ્ય પ્રદેશમાં 54,432, ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં 22,595 થયા. આ રિપોર્ટથી એ પણ સામે આવ્યું કે મરનારાઓમાં મોટાભાગના 18-45 વર્ષના હતા. 2022માં રોડ અકસ્માતને કારણે 9528 બાળકોના પણ મોત થયા. એટલે કે વર્ષ દરમિયાન રોજ લગભગ 26 બાળકોના મોત થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp