5મું પાસ પાકિસ્તાની સીમા હૈદર કડકડાટ અંગ્રેજી બોલે છે,કમ્પ્યુટર-મોબાઈલની નિષ્ણાત

PC: bbc.com

PUBG પાર્ટનરના પ્રેમમાં પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરા આવેલી સીમા હૈદર, તેના બોયફ્રેન્ડ સચિન અને પિતા નેત્રપાલને મંગળવારે જેલમાં મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનથી પ્રેમની શોધમાં બહાર નીકળેલી સીમા ગુલામ હૈદરે પહેલી રાત જેલમાં પસાર કરી હતી. જ્યારે, તેના ચાર બાળકો પણ જેલના સળિયા પાછળ ડરી ગયા હતા. સીમાને મહિલા સેલમાં, બોયફ્રેન્ડ સચિન અને તેના પિતાને ક્વોરેન્ટાઈન સેલમાં રાખવામાં આવ્યા છે. તેમના ચહેરા પર પણ ઉદાસી છવાઈ ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, કેટલીક તપાસ એજન્સીઓએ જેલમાં સીમાની પૂછપરછ કરી છે. પાકિસ્તાનથી ચાર બાળકોને લાવનાર સીમા હૈદરની ક્ષમતા અને કેટલીક ક્રિયાઓ શંકા પેદા કરી રહી છે. જેના કારણે તે ISI એજન્ટ છે કે, કેમ તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. પોલીસે આ પ્રશ્ન કેન્દ્રીય એજન્સીઓને હવાલે કરી દીધો છે.

ખાસ વાત એ છે કે, પાંચમું પાસ સીમા હૈદર હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાઓનું સારું જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત તે કોમ્પ્યુટર અને મોબાઈલ ચલાવવામાં પણ નિષ્ણાત છે અને તેની ઝીણવટભરી જાણકારીથી વાકેફ છે.

સીમાએ ભારત આવવા માટે તમામ દસ્તાવેજો એકઠા કર્યા. નેપાળ આવીને તેનો પાકિસ્તાની મોબાઈલ અને સિમ તોડી નાખ્યો, નેપાળમાં નવો સિમકાર્ડ ખરીદ્યા પછી સચિનનો સંપર્ક કર્યો અને તેની સાથે વાત કરીને ભારત આવી.

પોલીસ દ્વારા સીમાને જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તે સચિનના પ્રેમ અને તેના પતિથી અલગ થવાને જોડીને આ પ્રશ્નોના જવાબો આપતી રહી, પરંતુ જ્યારે તેના પિયર, સાસરિયા અને બહેનપણી વગેરેને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તે તેમાંના મોટાભાગના સાથે સંબંધ ન હોવાનું જણાવતી રહી.

તેમ છતાં પોલીસે તેના કેટલાક નજીકના મિત્રોના નંબર પૂછીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ નંબર લાગ્યો ન હોતો. સીમા દાવો કરી રહી છે કે, ભારત આવ્યા પછી તેણે પાકિસ્તાનમાં કોઈનો સંપર્ક કર્યો નથી, પરંતુ તેનો પાકિસ્તાની મોબાઈલ અને સિમ કાર્ડ તોડી નેપાળમાં ફેંકી દેવાથી શંકા વધી રહી છે.

કારણ કે, તેણે તેના પાકિસ્તાની હોવાના અન્ય દસ્તાવેજોનો નાશ કર્યો ન હતો, પરંતુ તેને સુરક્ષિત રીતે લઈને આવી હતી. મોબાઈલના સંબંધમાં તે પડી ગયા પછી તૂટી ગયો હોવાની પણ વાત કરી રહી છે. તેણે શરૂઆતમાં કહ્યું હતું કે, તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે પરંતુ મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેણે તેનો ઇનકાર કર્યો હતો.

DCPએ જણાવ્યું કે, સીમાનો પાકિસ્તાની મોબાઈલ અને સિમ FSL ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેમના વિશે કેન્દ્રીય એજન્સીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ આંતરરાષ્ટ્રીય મોબાઈલ અને સિમ યોગ્ય રીતે ચેક કરાવી શકશે. આ માટે એજન્સીઓ ઈન્ટરપોલની મદદ પણ લેશે. આ સિવાય સીમા વિશે અત્યાર સુધી કહેવામાં આવેલી વાર્તા, તેની પાછળ તેણે મળતો સપોર્ટ વગેરેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, PUBG ગેમ પાર્ટનર સાથે જીવન વિતાવવા માટે પાકિસ્તાનની સીમા (27) ચાર બાળકો સાથે માત્ર બે દેશોની સરહદ જ નહીં પરંતુ તમામ અડચણોને ઓળંગીને રબુપુરા ટાઉન પહોંચી હતી. સીમા 13 મેના રોજ નેપાળ થઈને ભારત પહોંચી હતી અને શુક્રવાર રાત સુધી રબુપુરાના સચિન સાથે રહી હતી. સીમા પાસે ભારતમાં રહેવા માટે કોઈ માન્ય દસ્તાવેજ નથી.

ભારતીય નાગરિકતા મેળવવા માટે યુવક અને મહિલા લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન ગૌતમ બુદ્ધ નગર કમિશનરેટ પોલીસને આ અંગે માહિતી મળી હતી. જેવી પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી તો, તરત જ મહિલા યુવક અને તેના બાળકો સાથે ટેક્સીમાં બેસી જેવર તરફ ભાગી ગઈ હતી.

જોકે પાછળથી પોલીસે તેઓને પકડી લીધા હતા. પાકિસ્તાનની સીમા હૈદર અને સચિને ઓનલાઈન રમત રમતા ઓળખાણ થયા પછી સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સીમા પાકિસ્તાનની ટિકટોક સ્ટાર છે. ટિકટોક પર તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી સારી છે. કોરોનાના સમયગાળા દરમિયાન સચિન અને સીમા બંને PUBG ગેમ રમવામાં સમય પસાર કરતા હતા. આ દરમિયાન તેમનો પરિચય થયો હતો. સીમાના ટૂરિસ્ટ વિઝાની મુદત ગયા મહિને પુરી થઈ ગઈ છે. જોકે આ પહેલા જ તે ભારત આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp