સિલિન્ડર બ્લાસ્ટ થતા એક જ પરિવારના 6 લોકોના મોત

PC: khabarchhe.com

હરિયાણાના પાનીપત જિલ્લામાં આજે સવારે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સવારે ભોજન બનાવતી વખત સિલિન્ડરમાં આગ લાગી ગઇ હતી. રૂમનો દરવાજો ન ખૂલ્યો, જેના કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા. પાનીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોતથી ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો છે. પાનીપત તાલુકા કેમ્પ ક્ષેત્રમાં મૃતક ભાડા પર રહેતા હતા. સિલિન્ડરમાં આગ કેમ લાગી, તેનો ખુલાસો થઇ શક્યો નથી.

ઘટનાની જાણકારી બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ અને આ મામલાની તપાસમાં લાગી ગઇ છે. મૃતકોમાં દંપત્તિ સહિત બે દીકરીઓ અને બે દીકરા સામેલ છે. દંપત્તિનું નામ અબ્દુલ (ઉંમર 42 વર્ષ) અને અફરોજ (ઉંમર 40 વર્ષ) છે. તેમની બે દીકરીઓ રેશ્મા (ઉંમર 20 વર્ષ) અને ઇશરત (ઉંમર 17 વર્ષ), બે દીકરા અબ્દુલ (ઉંમર 12 વર્ષ) અને અકફાન (ઉંમર 10 વર્ષ) છે. ઘટનાસ્થળ પર પોલીસ પ્રશાસન પહોંચી ચૂક્યું છે. અધિકારી છતના માર્ગે દરવાજા તોડીને અંડર દાખલ થયા છે. ફાયર વિભાગની ટીમે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે.

શબોને શબગૃહ મોકલી આપવામાં આવ્યા છે. આસપાસના ક્ષેત્રમાં ભયનો માહોલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત જય ભગવાન શર્માના મકાનમાં થયો છે. મૃતક પરિવાર ઉત્તર દિનજપુર બંગાળનો રહેવાસી હતો. પાનીપતના પોલીસ અધિક્ષક શશાંક કુમાર સાવનનું કહેવું છે કે, મકાનોમાં આગ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી લાગી નથી, તે આગ ગેસ સિલિન્ડર ગેસ લિકેબ બાદ લાગી હતી. આ અગાઉ મધ્ય પ્રદેશના સતનામાં પણ સિલિન્ડર બ્લાસ્ટની એક હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી.

રવિવારે સવારે એક રેસ્ટોરાંમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ જોરદાર ધમાકો થયો હતો. તેનાથી વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. જોધપુરમાં જાન જવા અગાઉ ઘરમાં થયેલા બ્લાસ્ટમાં 50 કરતા વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધી 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. ઘણા લોકો અત્યારે પણ હૉસ્પિટલમાં જિંદગી અને મોતની જંગ લડી રહ્યા છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન બનાવવા દરમિયાન સિલિન્ડરમાં ધમાકો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp