ગ્રાહક બનીને આવેલી 6 મહિલાઓ 2 લાખની સાડી ચોરી ગઇ, પોલીસને ગિફ્ટ મોકલી, જુઓ Video

PC: news24online.com

ચેન્નઇથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, સાડીની દુકાનમાં મહિલાઓની ગેંગના 6 સભ્યો ગ્રાહકના સ્વાંગમાં ઘુસ્યા હતા અને દુકાનમાંથી 2 લાખની સાડી ચોરીને ફરાર થઇ ગયા હતા.

ચેન્નઈના શાસ્ત્રીનગરના પોલીસ અધિકારીઓ પાસે 9 નવેમ્બરે એક પાર્સલ આવ્યું હતું. જ્યારે એ પાર્સલ ખોલ્યું તો તેમાં મોંઘીદાટ સાડીઓ હતી. પોલીસ અધિકારીઓને લાગ્યું કે તેમને કોઇકે દિવાળીની ભેટ તરીકે સાડીઓ મોકલી છે. પરંતુ થોડા સમય પછી તે અધિકારીઓને આંધ્રપ્રદેશની વિજયવાડા પોલીસનો ફોન આવ્યો. આ ગિફ્ટ વિશેનો તેમનો ઉત્સાહ તુટી ગયો અને જાણીને પોલીસ ચોંકી પણ ગઇ.

પોલીસની ગિફ્ટની વાત કરતા પહેલા 28મી ઓક્ટોબરની ઘટના જોઇ લઇએ. ઓક્ટોબરે બેસંત નગરની એક દુકાનમાંથી સાડીઓની ચોરી થઈ હતી. આ ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવતાં આ ચોરી 6 મહિલાઓએ મળીને કરી હોવાનું બહાર આવ્યું હતું. આમાં એક સગીર યુવતી પણ સામેલ હતી. ચાર મિનિટના ફૂટેજમાં છ મહિલાઓ સ્ટોરની આસપાસ ફરતી જોવા મળે છે, જેમાંથી કેટલીક મહિલાઓ જાણી જોઇને સેલ્સમેન સાથે વાતે વળગી હતી. પછી બીજી બે સ્ત્રીઓ તેમની ઢાલ બનીને ઊભી રહી, જેથી અન્ય સ્ત્રીઓ સિલ્કની સાડીઓના બંડલને તેઓ પહેરેલી સાડીની નીચે છુપાવી શકે. અને આવું થયું પણ. મહિલાઓએ તેમની સાડીઓ તેમના પેટીકોટની અંદર છુપાવી હતી. અને પછી તેઓ બધા ત્યાંથી નીકળી ગયા હતા. મીડિયા અહેવાલો મુજબ સાડીની કિંમત 30 રૂપિયાથી માંડીને 70,000 રૂપિયા સુધીની હતી અને લગભગ 2 લાખની સાડી મહિલાઓ ચોરી ગઇ હતી.

હવે વાત કરીએ ચેન્નઇ પોલીસની.વિજયવાડા પોલીસ સ્ટેશનનો જે ફોન આવેલો તેમાં કહેવામાં આવ્યુ હતું કે, ચૈન્નઇની એક દુકાનમાંથી જે સાડી ચોરી થયેલી તે તમને ગિફ્ટ મોકલવામાં આવી છે. ચૈન્નઇ પોલીસે ચેન્નઇની સાડીની દુકાનના CCTV ફુટેજમાં દેખાતી 6 મહિલાઓની શોધખોળ કરી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.

ચેન્નઈ પોલીસને આ ટોળકી વિજયવાડાની હોવાની શંકા ગઈ અને તેણે ત્યાંની પોલીસનો સંપર્ક કર્યો. વિજયવાડા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,આ મહિલાઓ મોટાભાગે તહેવારો દરમિયાન અન્ય શહેરોમાં ચોરી કરવા જાય છે. વાસ્તવમાં, જે સાડીઓ પરત મોકલવામાં આવી હતી તેની કિંમત રૂ. 7 લાખથી વધુ હતી, જે દર્શાવે છે કે ટોળકીએ અન્ય દુકાનોમાંથી પણ ચોરી કરી હતી. અને પોલીસથી બચવા તેઓએ સાડીઓ પાછી મોકલી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp