કોરોનાની અસરઃ 60 ટકા બાળકો બન્યા આ સમસ્યાનો શિકાર, માતાપિતાની વધી પરેશાની

PC: clevelandclinic.org

કોરોના પછી 60 ટકા સ્કૂલે જનારા બાળકોમાં ગુસ્સો અને ચિડચિડીયાપણું વધી ગયેલું જોવા મળ્યું છે. તેઓ નાની નાની વાત પર ગુસ્સો કરવા લાગે છે. ક્લાસમાં તેમના ક્લાસમેટ સાથે ઝઘડવા લાગે છે. શિક્ષકોના કહેવા છતાં પણ પોતાની ભૂલ સ્વીકારતા નથી. આ વાત પટના જિલ્લાની 120 પ્રાઈવેટ સ્કૂલોના લગભગ એક લાખ બાળકો પર થયેલી સ્ટડીમાં સામે આવ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જુલાઈ મહિના સુધી આ સ્ટડી ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ પર કરવામાં આવી હતી.

CBSEના સિટી કો-ઓર્ડિનેટર રાજીવ રંજને કહ્યું હતું કે પેરેન્ટ્સ-ટીચર મિટીંગમાં શિક્ષકો દ્વારા બાળકોના સ્વભાવમાં પરિવર્તન અને ભણવામાં ધ્યાન નહીં લાગવાની ફરિયાદો કરવામાં આવી રહી છે. બાળકોના માતાપિતા પણ વારંવાર કોરોના પછી આ પ્રકારના બદલાવની વાતો કરી રહ્યા હતા. આ અંગે CBSE અને CISCI સ્કૂલોમાં બાળકોના વ્યવહાર પરિવર્તનની સ્ટડી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળકોના સ્વભાવમાં બદલાવની સ્ટડી માટે શિક્ષકો, સ્કૂલ કાઉન્સેલર અને કેટલાંક બાળ મનૌવૈજ્ઞાનિકની મદદથી પ્રશ્નોતરી તૈયાર કરવામાં આવી હતી.

તેમાં અલગ અલગ દિવસે ક્લાસમાં બાળકોની વચ્ચે વહેંચીને તેમની પાસે ભરાવવામાં આવી હતી. તેના માધ્યમથી તેમના ગુસ્સાનું કારણ પણ જાણી શકાયું હતું. જેના પછી છેલ્લા એક મહિનાથી તેમની કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. આ સિવાય બાળકોના વ્યવહાર અને સ્વભાવમાં સકારાત્મક બદલાવ લાવવો અને તેમના ગુસ્સાને ઓછો કરવા માટે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ ફાધર ક્રિસ્ટુએ કહ્યું કે કોરોના પછી બાળકોના વ્યવહારમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે.

તેમનો ગુસ્સો વધી ગયેલો જોવા મળ્યો છે. આ સિવાય બાળકોને ભણવા પ્રત્યેની રૂચિમાં પણ ઘટાડો થયેલો જોવા મળ્યો છે. ડાના બાસ્કો એકેડમીના પ્રિન્સિપલ મેરી અલ્ફાન્સોએ કહ્યું કે બાળકોને જ તેમના સ્વભાવ અંગે લખીને પૂછવામાં આવે છે. ઘણા બાળકોએ સ્વીકાર કર્યો કે પહેલા કરતા તે વધારે ગુસ્સો કરવા લાગ્યા છે. નકારાત્મક વિચારવાળા બાળકોનું કાઉન્સેલિંગ કરી તેમનો અભ્યાસ તરફ ધ્યાન લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વ્યવહાર સુધારવાના નૈતિક મૂલ્યો અને કાઉન્સેલિંગના અલગથી ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. કોરોના કાળ પછી માત્ર બાળકો નહીં પરંતુ દરેક માણસના વ્યવહાર અને સ્વભાવમાં બદલાવ આવેલા જોવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp