સગીરે ભરણપોષણ માટે દર મહિને 60 હજાર માંગ્યા, કોર્ટે માતાને નોટિસ મોકલી

PC: hindustantimes.com

દિલ્હીની ફેમિલી કોર્ટમાં એક બાળકે માતા પાસે ભરણપોષણ માટે દર મહિને 60,000 રૂપિયાની માંગણી કરી છે.જન્મથી માતાએ બાળક સાથે સંબંધ રાખ્યો નથી તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.જો કે માતાએ પણ કોર્ટમાં બાળકના પિતા સામે દહેજનો કેસ કરેલો છે.

દિલ્હીની સાકેત કોર્ટમાં 14 વર્ષના છોકરાએ તેની માતાના ભરણપોષણ માટે પૈસાની માંગણી કરી છે. આ બાબતની નોંધ લેતા કોર્ટે માતાને નોટિસ પાઠવી છે. સગીર બાળક તેના પિતા સાથે રહે છે જે વકીલ છે, જ્યારે બાળકની માતા દિલ્હી AIIMSમાં નર્સ છે.

ફેમિલી કોર્ટ તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં બાળકે પોતાની માતા પાસે દર મહિને 60,000 રૂપિયા આપવાની માંગ કરી છે. આ કેસની આગામી સુનાવણી 9 સપ્ટેમ્બર 2023ના દિવસે થવાની છે.

સગીરના પિતાએ વકીલ આબિદ અહેમદ અને મોબીના ખાન મારફત પુત્ર માટે અરજી કરી છે. અરજદારની ઉંમર 14 વર્ષ છે અને તે એક ખાનગી શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. અરજીમાં પિતાએ માતા પર બાળકની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. બાળકનો જન્મ 2008માં થયો હતો. એવો આરોપ છે કે માતા માત્ર સગીર બાળકની ઉપેક્ષા કરવા માટે દોષિત નથી પરંતુ તે માત્ર 40 દિવસનો હતો ત્યારે બાળકને ખુલ્લા રસ્તા પર ફેંકીને તેને ત્યજી દેવા માટે પણ દોષિત છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના જન્મથી જ માતાએ બાળક સાથે કોઇ સંબંધ રાખ્યો નહોતો.અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા 11 હજાર રૂપિયા સ્કુલ ફી ભરે છે. સાથે 40 હજાર રૂપિયા જમવા, કપડા, સ્ટડી મટીરીયલ્સ માટે ખર્ચ કરી રહ્યા છે. સાથે જ પિતા વર્ષનું 1 લાખ રૂપિયા પ્રીમિયમ ભરે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા માનસિક રીતે એટલા પરેશાન થઇ ગયા છે કે તેઓ અત્યારે કામ કરવાની કોઇ સ્થિતિમાં રહ્યા નથી. કારણકે બાળકની માતાએ બાળકના પિતા પર દહેજ ઉત્પીડનનો કેસ કરેલો છે.

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા છેલ્લાં 14 વર્ષથી એકલા જ બાળકનો ઉછેર કરે છે અને માતા દ્રારા કોઇ પણ મદદ મળતી નથી. પિતાના વૃદ્ધ માતા-પિતા પણ છે તેમની પણ દેખરેખ રાખવી પડે છે.

આ અરજીને આધારે ફેમિલી કોર્ટે માતાને નોટિસ મોકલાવી છે જેની સુનાવણી હવે 9 સપ્ટેમ્બરે થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp