મૃત પૌત્રના શબને 10 દિવસથી નવડાવી બદલાવતી હતી કપડા, દુર્ગંધથી ખૂલ્યું રહસ્ય

PC: royalbulletin.in

ઉત્તર પ્રદેશથી બારબાંકીથી રૂવાટા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં 10 દિવસ સુધી નાની પોતાની પૌત્રના શબ સાથે ઘરમાં રહેતી હતી. જ્યારે શબની દુર્ગંધ આખા મોહલ્લામાં ફેલાઈ તો લોકોને શંકા ગઈ. તેમણે તાત્કાલિક તેની જાણકારી પોલીસને આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘર ખોલાવ્યું તો તે પણ અંદરથી નજારો જોઈને ચોંકી ગઇ. વૃદ્ધ નાની પોતાના પૌત્રના શબ પાસે બેઠી હતી. શબમાં કીડા પડ્યા હતા અને તે ઘણી હદ સુધી સડી ચૂક્યુ હતી.

તેનામાં ભયાનક દુર્ગંધ પણ આવી રહી હતી, પોલસકર્મીઓને તો પહેલા આ નજારો જોતા જ ઊલટી આવી ગઈ, પરંતુ તપાસ તો કરવાની હતી. એટલે CO બિનૂ સિંહે સૌથી પહેલા વૃદ્ધ મહિલાને સારવાર માટે મોકલાવી. કેમ કે પાડોશીઓએ તેમને જણાવ્યું હતું કે મહિલા માનસિક રૂપે બીમાર છે. તેની સાથે પોલીસે છોકરાના શબને પણ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધું. હાલમાં એ વાતની જાણકારી લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે છોકરાનું મોત કઈ રીતે થયું?

પોલીસના જણાવ્યા મુજબ, તેમને સોમવારની સવારે કેટલાક લોકોએ ફોન કરીને સૂચના આપી કે મોહરિપુરવા મોહલ્લામાં રહેનારી 65 વર્ષીય વૃદ્ધ મહિલાના ઘરથી દુર્ગંધ આવી રહી છે. તેમણે શંકા વ્યક્ત કરી કે, આ ઘરમાં કંઈક થયું છે. પોલીસે પણ તાત્કાલિક એક્શન લેતા એ ઘરે પહોંચી. જેવો જ દરવાજો ખોલાવવામાં આવ્યો તો અંદરનો નજારો જોઈને તેમના હોશ ઊડી ગયા. એક વૃદ્ધ મહિલા 18 વર્ષના છોકરાની સડેલી લાશને નવડાવી રહી હતી. શબ પૂરી રીતે સડી ચૂક્યૂ હતું અને આ ભયાનક દુર્ગંધ તેમાંથી આવી રહી હતી.

લોકોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમને આ દુર્ગંધ આવી રહી હતી. તેમણે જણાવ્યું કે, શબ વૃદ્ધ મહિલાના પૌત્ર પ્રિયાંશુનું છે. પ્રિયાંશુના માતા-પિતા પહેલા જ મરી ચૂક્યા છે. તે પોતાની નાની સાથે રહેતો હતો. હવે તેના મોત કંઈ રીતે થયું એ બાબતે પાડોશીઓને પણ કંઈ ખબર નહોતી. પોલીસે તરત શબને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધું છે. સાથે જ 65 વર્ષીય વૃદ્ધ મહિલાને પણ સારવાર માટે હોસ્પિટલ મોકલાવ્યો છે. મહિલાએ બસ એટલું જણાવ્યું કે, તેના પૌત્રનું 10 દિવસ અગાઉ મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના અસલી કારણોની જાણકારી મળી શકશે. હાલમાં તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp