7 છોકરાઓ એક બાઇક પર બેસીને જઈ રહ્યા હતા, છેલ્લો એક તો ખભા પર બેઠો, વીડિયો વાયરલ

PC: ndtv.in

માર્ગ અકસ્માતોને રોકવા માટે, સરકાર દ્વારા દરરોજ નવા અને કડક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવે છે. આ બધું હોવા છતાં ગામડાઓમાં લોકો તમામ નિયમોને નેવે મૂકીને વાહનો ચલાવે છે. ગામડાંની વાત છોડો, શહેરોમાં પણ અનેક લોકો રોજેરોજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. કોઈ તેના હાથમાં હેલ્મેટ લટકાવી રાખે છે, પરંતુ તે પહેરતું નથી. તો કોઈ એક જ બાઇક પર 4-4 લોકોને એકસાથે બેસાડે છે. અવારનવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓના સમાચાર અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા રહેતા હોય છે.

હમણાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. જેમાં 7 છોકરાઓ એક જ બાઇક પર એકસાથે બેઠેલા જોવા મળે છે. અને સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એક છોકરો તો ખભા પર ચડીને બેઠો છે. જ્યાં એક તરફ લોકો આ છોકરાઓનું પરાક્રમ જોઈને ચોંકી જાય છે અને ચિંતામાં મુકાઈ જાય છે, તો બીજી તરફ બાઈક પર આવા સ્ટંટ કરતી વખતે આ છોકરાઓના ચહેરા પર કંઈક અદ્ભુત કામ કરતા હોય તેવો ગર્વ જોવા મળે છે. સમાચાર અનુસાર, આ વીડિયો UPના હાપુડનો જણાવવામાં આવી રહ્યો છે.

આ 22-સેકન્ડની ક્લિપમાં, તમે છોકરાઓનું એક જૂથ એક જ બાઇક પર સાથે જતા જોઈ શકો છો. ગણતરી કરતાં તમને ખબર પડશે કે આ બાઈક પર સવાર છોકરાઓ કુલ 7 છે. જેમાંથી 7મો છોકરો એકના ખભા પર બેઠો છે. બાજુથી જતી કારમાં સવાર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસાર થતી કારમાં ડોકિયું કરતી વખતે તમે જોઈ શકો છો કે બાઇક પરના આ છોકરાઓ કેવી રીતે હસતા હોય છે. જાણે તેણે કોઈ મહાન કામ કર્યું હોય. પરંતુ 7 છોકરાઓનું આ રીતે બાઇક ચલાવવું એ માત્ર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જ નથી પણ તેમના જીવ માટે પણ જોખમી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ વાયરલ વીડિયો પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. વાયરલ વીડિયોની નોંધ લેતા હાપુડ પોલીસે બાઇક પર બેઠેલા યુવકોની ઓળખ કરી હતી અને તમામની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે 22,000 રૂપિયાનો દંડ પણ તેમના પર લગાવી દીધો હતો.

આ મામલામાં હાપુડ પોલીસે સોશિયલ મીડિયા સેલ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડીને જણાવ્યું છે કે, 'હાપુડ દેહાત વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળ 7 યુવકો અને બાળકો બાઇક પર સવાર હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેની તાત્કાલિક નોંધ લઈને હાપુડ પોલીસે આ બાઇકનું 22 હજારનું ચલણ કાપીને તેને કબજે કર્યું છે. બાઇક ચાલક સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.'

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયોને @Akshara117 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે, હાપુડમાં બાઇક સવાર 7 લોકોનો વીડિયો થયો વાયરલ, હાપુડ પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિડિયો વિશે તમે શું કહો છો? કોમેન્ટ કરીને જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp