પરિવારમાં દીકરો નહોતો, 7 દીકરીઓએ માતાને કાંધ આપીને પરંપરા તોડી

PC: newsnasha.com

બિહારના બાંકા જિલ્લામાં આવું ચિત્ર જોવા મળ્યું છે, જેણે દીકરા-દીકરી વચ્ચેનો ભેદ સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે. મોટાભાગે લોકો દીકરા-દીકરાની રટ લગાવતા રહેતા હોય છે. લોકોની અપેક્ષા દીકરાઓ પાસેથી વધુ હોય છે, ખાસ કરીને જ્યારે તેઓ મૃત્યુ પામે ત્યારે દીકરો તેમની ચિતાને અગ્નિદાહ આપે, તેમના અર્થીને કાંધ આપે, પરંતુ આજે એક વૃદ્ધ મહિલાની 7દીકરીઓએ  અર્થીને કાંધ આપીને આ પરંપરાને તોડી છે. દીકરીઓએ સાબિત કર્યું છે કે તેઓ દીકરાઓથી કમ નથી. જમાનો બદલાયો છે તેની સાથે પરંપરાઓ પણ બદલાઇ રહી છે.

હિંદુ ધર્મમાં અનેક પંરપરાઓ એવી છે જેનું ખાસ મહત્ત્વ હોય છે. હિંદુ ધર્મમાં એવી પરંપરા છે કે માતા-પિતાના મોત પછી પુત્ર જ અર્થીને કાંધ અને મુખાગ્નિ આપે. પરંતુ સમયના બદલાવની સાથે કેટલીક પરંપરાઓ પણ બદલાઇ રહી છે. બિહારના બાંકા જિલ્લામાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારમાં દીકરો નહોતો, તો 7 દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપ્યો હતો. જો કે હવે શહેરોમાં કેટલીક વખત એવું બને છે કે દીકરીઓ પણ સ્મશાને જાય છે અને માતા કે પિતાના શબને મુખાગ્નિ આપે છે. પરંતુ ગામડાઓમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.

બાંકા જિલ્લાના કટોરિયા બ્લોકની દેવાસી પંચાયતમાં જ્યારે 7 બહેનોએ ભાઈ ન હોવાના કારણે માતાની અર્થીને કાંધ આપી, ત્યારે ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.કટોરિયા બ્લોકની દેવસી પંચાયતના ખિજુરિયાની રહેવાસી ધર્મશીલા દેવીના અવસાન બાદ સાત દીકરીઓએ અર્થીને કાંધ આપવાની ફરજ નિભાવી હતી.

માતા ધર્મશીલા દેવીની અર્થીને જ્યારે 7 પુત્રીઓ કાંધ આપી ત્યારે તેમના આક્રંદે આખા વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો. સાતેય દીકરીઓ માતાની અર્થીને નદી સુધી લઇ ગઇ હતી. ધર્મશીલા દેવીના શબને મુખાગ્નિ તેમના પતિ અને સાતેય દીકરીઓના પિતાએ આપ્યો હતો. સાત દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી તેની બિહારમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળેલી માહિતી પ્રમાણે, ધર્મશીલા દેવી 80 વર્ષના હતા અને તેઓ ઘણા સમયથી બિમાર હતા. તેમનું હિમોગ્લોબીન ઘટી ગયું હતું અને અંતે તેઓ મોતને ભેટ્યા.

છ વર્ષ પૂર્વે કટોરીયા બજારના ચુન્નીલાલ સાહનું કિડનીની બિમારીના કારણે અવસાન થતાં પુત્રની ગેરહાજરીમાં નવ પુત્રીઓએ અર્થીને કાંધ આપી હતી. ત્યારે પણ આ બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp