દુનિયાની ટોપ 150 રેસ્ટોરાંમાં ભારતની આ 7 રેસ્ટોરાંએ બનાવી જગ્યા

PC: thehindu.com

દુનિયાની 150 પ્રસિદ્ધ રેસ્ટોરાંનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમા ભારતની પણ ઘણી રેસ્ટોરાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. યાત્રા ઓનલાઇન ગાઇડ ટેસ્ટ એટલસે આ લિસ્ટ જાહેર કર્યું છે. ગાઇડ અનુસાર, આ ફૂડ જોઇન્ટ્સ માત્ર ભોજન માટે જ યોગ્ય સ્થાન નથી પરંતુ, તેની સરખામણી દુનિયાના સૌથી પ્રસિદ્ધ સંગ્રહાલયો અને સ્મારકો સાથે કરી શકાય છે. આ લિસ્ટમાં વિયના, ફિગ્લ્મુલર (ઓસ્ટ્રિયા) ટોપ પર છે. ત્યારબાદ અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત કાટ્ઝ્સ ડેલિસટેસનનું નામ આવે છે. તેમજ, ઇન્ડોનેશિયાના સાનૂરમાં વારુંગ માક ત્રીજા નંબર પર આવે છે. આ ઉપરાંત, ભારતના અમરીક સુખદેવ ઢાબા, ટુંડે કબાબી, પીટર કેટ જેવી ભારતીય રેસ્ટોરાંને પણ જગ્યા મળી છે.

ખુશીની વાત એ છે કે, ભારતની સાત રેસ્ટોરાંએ દુનિયાની 150 સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરાંની યાદીમાં જગ્યા બનાવી છે. કોઝિકોડની ઐતિહાસિક પેરાગોન રેસ્ટોરાંને દુનિયાની 11મી સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરાં જાહેર કરવામાં આવી છે. અહીંની બિરયાનીને તેનું સૌથી પ્રતિષ્ઠિત વ્યંજન ગણાવવામાં આવ્યું છે. ટેસ્ટ એટલસે કહ્યું, કેરળના કોઝિકોડમાં પેરાગોન સમૃદ્ધ ગેસ્ટ્રોનોમિક ઇતિસાહનું પ્રતીક છે. અહીંની બિરયાની ખૂબ જ ખાસ છે. આ તેની સદીઓ જૂની ખાસિયત છે. તેને સ્થાનિકરૂપથી પ્રાપ્ત સામગ્રીથી જ તૈયાર કરવામાં આવે છે. આ રેસ્ટોરાંની સ્થાપના 1939માં કરવામાં આવી હતી. પેરાગોન રેસ્ટોરાં સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શિત કરવા અને પારંપરિક ભોજન બનાવવાની રીતોને અપનાવવામાં ગર્વ અનુભવે છે.

12માં નંબર પર લખનૌની ટુંડે કબાબી છે. તે પોતાના મોગલાઈ વ્યંજનો માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીંનું ગલૌટી કબાબ ખૂબ જ ફેમસ છે. તેને કાચા પપૈયા અને વિવિધ પ્રકારના મસાલાઓ સાથે બારીક કીમાથી તૈયાર કરવામાં આવે છે. સ્વાદ એટલસ અનુસાર, તેની વિશિષ્ટ સ્વાદ પ્રોફાઇલ અને તેના નિર્માણ પાછળની વિરાસતે ટુંડે કબાબીને ઘરેલૂં અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્થાપિત કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by TasteAtlas (@tasteatlas)

આ ઉપરાંત કોલકાતાની પીટર કેટ, મુરથલનો અમરીક ઢાબા, બેંગ્લોરનો માવલી ટિફિન રૂમ, દિલ્હીની કરીમ અને મુંબઈની રામ આશ્રયને ક્રમશઃ 17મું, 23મું, 39મું, 87મું અને 112મું સ્થાન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp