10માંથી 7 મહિલાઓ પતિ પ્રત્યે દગાબાજ; સર્વેનું તારણ, પુરુષોની આ ભૂલ મુખ્ય કારણ છે

PC: zeenews.india.com

ભારત દેશમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ જો જીવનસાથી સાથેના સંબંધો સારા ન હોય તો તે ગૂંગળામણનું કારણ બની જાય છે. એમાં કોઈ શંકા નથી કે, આજના સમયમાં લગ્નેતર સંબંધોના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જે દર્શાવે છે કે લોકો તેમના લગ્નજીવનમાં ખુશ નથી. જોકે, એ વાતને પણ નકારી શકાય નહીં કે, કેટલાક લોકો પોતાના રોમાંચ માટે પોતાના પાર્ટનરને છેતરતા હોય છે. આમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થાય છે.

પરંતુ ગ્લીડન એપ દ્વારા ભારતમાં પરિણીત મહિલાઓ પર કરવામાં આવેલ એક સર્વેક્ષણ, જેમાં 5 લાખથી વધુ યુઝર્સ છે, તે દર્શાવે છે કે, મોટાભાગની મહિલાઓને તેમના જીવનસાથીના કારણે અફેર કરતી હોય છે. અહીં તમે આ સર્વેને વિગતવાર જાણી શકો છો.

શા માટે સ્ત્રીઓ અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે? આ સર્વે ભારતમાં લગ્નેતર ડેટિંગ એપ ગ્લીડન દ્વારા કરવામાં આવ્યો હતો. તેનો ખુલાસો તમને તમારા લગ્ન વિશે ચિંતિત કરી શકે છે. આ સર્વેમાં મોટાભાગની મહિલાઓ મુંબઈ, દિલ્હી NCR, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરોની હતી.

સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં 10માંથી 7 મહિલાઓ તેમના પતિ સાથે છેતરપિંડી કરતી હોય છે કારણ કે, તેમના પતિ તેમને ઘરના કામમાં મદદ કરતા નથી. લગ્નજીવનમાં એક જ પ્રકારની ટિપિકલ જિંદગીના કારણે કંટાળો અનુભવવાને કારણે અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધનાર મહિલાઓની સંખ્યા પણ એટલી જ છે.

સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે, 37% સ્ત્રીઓ બેવફાઈ કરે છે, કારણ કે તેઓ કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકે છે અને જિંદગીમાં તેમના વર્તમાન સંબંધોને સુધારી શકે. જેના પર એપના માર્કેટિંગ વિશેષજ્ઞનું કહેવું છે કે, આનો અર્થ એ કરી શકાય છે કે, લગ્નેતર સંબંધો લગ્નને તૂટવાથી બચાવવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.

એમાં કોઈ શંકા નથી કે આજના સમયમાં પોતાના પાર્ટનર સાથે છેતરપિંડી કરવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના આનંદ માટે પોતાની અનુકૂળતા મુજબ પાર્ટનરનો વિશ્વાસ એક ક્ષણમાં તોડી નાખે છે. તેઓ તેને એકલા છોડીને તે સંબંધમાં ઘાયલ થાય છે, જેને જાળવી રાખવાની જવાબદારી પણ તેની છે. તેઓ ભૂલી જાય છે કે, તેઓએ પોતે જ આવનારા પરિણામોનો સામનો કરવો પડશે, જે વિનાશક પણ હોઈ શકે છે. આ સમજવું એ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેઓ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp