સ્કૂલ ઓટોને ટ્રકે ટક્કર મારતા 7 બાળકોના મોત

PC: hindustantimes.com

છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોરરની પાસે રોડ એક્સિડન્ટમાં 7 સ્કૂલના બાળકોના મોત થઈ ગયા છે. સ્કૂલ છૂટ્યા બાદ ઓટો ચાલક 8 બાળકોને લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઓટોના ફુડચા બોલી ગયા. બાળકો બીએસએનએન ડિજિટલ પબ્લિક સ્કૂલમાં ભણતા હતા. દુર્ઘટના કોરરના ચિલહટી ચોક પાસે થઈ. તમામ બાળકોની ઉંમર 5થી 8 વર્ષ વચ્ચે હતી. 2 બાળકોના ઘટના સ્થળે મોત થઈ ગયા, તેમજ 5 બાળકોએ કોરર હોસ્પિટલમાં દમ તોડ્યો. ડ્રાઇવર અને એક બાળકની હાલત હાલ ગંભીર છે. સૂચના મળવા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. શવોના પોસ્ટમોર્ટમ કરાવીને તેમને પરિવારજનોને સોંપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કાંકેરના કોરર ચિલહટી ચોક પર ઓટો અને ટ્રકની ટક્કરથી 7 સ્કૂલના બાળકોના આકસ્મિક મોત પર દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, સમાચાર ખૂબ જ દુઃખદ છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દરેક શક્ય મદદ આપવામાં આવી રહી છે. ઈશ્વર પરિવારજનોને હિંમત આપે. પ્રશાસનને દરેક સંભવ મદદના નિર્દેશ આપવામાં આવ્યા છે. બાળકો બીએસએનએન ડિજિટલ પબ્લિક સ્કૂલમાં ભણતા હતા. તમામ બાળકોના પરિવારજનોને સૂચના આપી દેવામાં આવી છે. બાળકો પ્રાયમરી ધોરણમાં અભ્યાસ કરતા હતા. પોલીસ-પ્રશાસનના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. કાંકેર એએસપી અવિનાશ ઠાકુરે જણાવ્યું કે, ટ્રક ભાનુપ્રતાપપુર તરફથી આવી રહી હતી. ટ્રક ડ્રાઇવર ફરાર છે, જેની શોધ કરવામાં આવી રહી છે, તેમજ ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે.

એએસપી અવિનાશ ઠાકુરે જણાવ્યું કે, એક બાળક ઈજાગ્રસ્ત છે, જેની હાલત ખૂબ જ ગંભીર છે, તેને સારવાર માટે રાયપુર રિફર કરવામાં આવ્યો છે. 7 બાળકોના મોત થઈ ગયા છે, જેમના શવ પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, ફરાર ટ્રક ડ્રાઇવરની શોધ માટે ટીમ રવાના કરવામાં આવી છે. ભાનુપ્રતાપ સાવિત્રી મંડાવીએ કહ્યું કે, સૂચના મળતા જ તેમણે ઘટના સ્થળની તપાસ કરી. તેમણે ઘટનાને ખૂબ જ હૃદયવિદારક ગણાવી છે. તેમણે કહ્યું કે, મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો માટે જે પણ સંભવ હશે, તે સહાયતા કરવા માટે શાસન-પ્રશાસન સંપૂર્ણરીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, નાના-નાના બાળકોના રોડ એક્સિડન્ટમાં મોતની જાણકારી મુખ્યમંત્રીની પાસે છે, તેમણે તેના પર સંવેદના વ્યક્ત કરતા તરત સહાય ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

એક્સિડન્ટમાં મૃત્યુ પામેલ બાળકોના મોત

  • રુદ્રાદેવી, ગામ તુએગુહાન, 6 વર્ષ
  • રુદ્ર કુમાર, ગામ તુએગુહાન, 7 વર્ષ
  • ઈશાન મંડાવી, ગામ બનોલી, 4 વર્ષ
  • માનવ સાહૂ, ગામ અસ્તરા, 6 વર્ષ
  • પીયૂષ ગાવડે
  • લીશાંત ગાવડે
  • એક બાળકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp