71 લાખ રોકડા, 41 તોલા સોનું, ડોલરની ચુંદડી,2 ભાઇઓએ બહેનને આપી ભેટ

PC: navbharattimes.indiatimes.com

બહેનાના માયરો ભરવા માટે રાજા રજવાડાના જમાનાથી રાજસ્થાનનું નાગૌર ચર્ચામાં રહ્યું છે.નાગૌરમાં વર્ષોથી એક પરંપરા છે કે બહેનના ઘરે લગ્ન પ્રસંગ આવે ત્યારે ભાઇઓ પોતાની જવાબદારી અચૂક નિભાવે છે. એક બહેનના જેટલા પણ ભાઇઓ હોય તે બધા ભેગા થઇને બહેનને મોટી ભેટ આપે છે. આનું તાજું ઉદાહરણ નાગૌર જિલ્લાના રાજોદ ગામમાં જોવા મળ્યું. નાગૌર જિલ્લાના બે ભાઇઓએ ઐતિહાસિક માયરના ઇતિહાસમાં પોતાનું નામ પણ દર્જ કરાવી દીધું. માયરામાં ભાઇઓ પોતપોતાની ક્ષમતા મુજબ બહેનને કેશ, કપડા, સોના-ચાંદી કે અન્ય વસ્તુ બહેનને ભેટમાં આપે છે.

જાટ સમાજમાંથી આવતા રાજોદ ગામના રહેવાસી સતીશ ગોદારા અને નાના ભાઇ મુકેશ ગોદારાએ સોનેલી ગામ જઇને તેમની બહેન સંતોષના ઘરે જઇને માયરાનો વહેનાર કર્યો છે. સતીશ અને મુકેશ ગોદારાના ભાણેજ એટલે કે તેમની બહેન સંતોષના પુત્ર આકાશના લગ્ન છે. નોગાર જિલ્લામાં એવો રિવાજ છે કે ભાણેજ કે ભાણજીના લગ્ન હોય તો પિયર પક્ષ તરફથી માયરું લઇને આવવું પડે. આ પરંપરાને આગળ વધારવા માટે સતીશ અને મુકેશ સોનેલી ગામ જઇને જે માયરું ભર્યું તે જોઇને ઉપસ્થિત લોકોની આંખો પહોળી થઇ ગઇ હતી. એટલું જોરદાર માયરું મામાઓએ બહેનને આપ્યું હતું.

બંને ભાઇઓએ માયરામાં 71 લાખ રૂપિયા રોકડા, 41 તોલા સોનું, 5 કિલો ચાંદી અને ડોલરની ચુંદડી બહેન સંતોષને ભેટમાં આપી હતી. 500-500ની નોટોના બંડલોથી થાળીઓ ભરાઇ ગઇ હતી. ભાઇઓએ ઘરેણાં પણ બહેનને ભેટમાં આપ્યા હતા.

રાજોદ ગામથી માયરું લઇઅને પહોંચેલા મોટાભાઇ દિનેશ ઇરાકમાં અમેરિકન એમ્બેસીમાં નોકરી કરે છે. નાનો ભાઇ મુકેશ સેનામાં છે. તેમના પરિવારમાં બે ભાઇઓ અને માતા ગુલાબી દેવી છે અને પરણેલી બહેન સંતોષ છે.બંને ભાઇઓના પિતા સ્વ,. હજારીરામ પણ સેનામાં હતા અને તેમનું 20 વર્ષ પહેલાં અવસાન થયું હતું. માતા હજુ જીવતા છે અને માયરામાં તેઓ હાજર રહ્યા હતા. સંતોષના પતિ મનીષ પોટલિયા પણ ઇરાકની અમેરિકન એમ્બેસીમાં જોબ કરે છે.

બંને ભાઇઓ જ્યારે નાની વયના હતી, તે વખતે જ પિતાનું અવસાન થયું હતું અને તે વખતે માતા અને  મોટી બહેન સંતોષે મળીને પરિવાર અને ભાઇઓની સંભાળ લીધી હતી. હવે જ્યારે ભાઇઓનો સમય આવ્યો ત્યારે બહેન માટેની જવાબદારી તેમણી સપેરે નિભાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp