મોટા પપ્પા કહી 72 વર્ષના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા,સેક્સ વીડિયો પોર્નસાઇટ પર..

PC: crimetak.in

આસામના જોરહાટ જિલ્લામાં એક 72 વર્ષીય વૃદ્ધે એક પોર્ન સાઇટ પર પોતાનો વીડિયો જોઈને આત્મહત્યા કરી લીધી છે. તે વીડિયોમાં વૃદ્ધ એક કોલેજમાં ભણતી છોકરી સાથે સેક્સ કરતા દેખાયા હતા. મૃતક અપરીણિત હતા અને તેને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. આ આત્મહત્યા બાદ, ગામની મહિલાઓએ આરોપીની ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. 

મામલો જોરહાટ જિલ્લાના ગામ ઢેકેલિયા સાથે સંબંધિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપીનું નામ દર્શના ભરાલી છે. દર્શના આરોપિત વૃદ્ધને મોટા પપ્પા કરીને બોલાવતી હતી. આરોપ છે કે, તેણે 72 વર્ષીય વૃદ્ધને પોતાના ઘરે બોલાવ્યા હતા, જ્યારે તે એકલી હતી. ગ્રામીણોના જણાવ્યા અનુસાર, વૃદ્ધ તે યુવતીની વાતોમાં ફસાઇને તેના ઘરે ગયા. ત્યારબાદ યુવતીએ વૃદ્ધને પોતાની વાતોમાં સેક્સ માટે ફસાવ્યા. આ ઘટનાનો ચૂપચાપ વીડિયો પણ બનાવી લેવામાં આવ્યો હતો.

ગ્રામીણોએ દાવો કર્યો કે, દર્શનાએ વૃદ્ધને દુઃખાવાની દવાના બહાને નશાની ગોળીઓ ખવડાવી દીધી હતી, જેના કારણે મૃતકને તે સમયે ઘટનાનો એહસાસ પણ ના થયો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આત્મહત્યા કરતા પહેલા મૃતકે ગ્રામીણોને પોતાની મુશ્કેલી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, દર્શના તેને બ્લેકમેલ કરી રહી છે. અંતે વૃદ્ધનો વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરી દેવામાં આવ્યો. આ ઘટનાથી પ્રભાવિત થઈને વૃદ્ધે પોતાનો જીવ આપી દીધો. મોત બાદ પોલીસને મૃતકના મોબાઇલમાંથી તેનો અશ્લીલ વીડિયો મળ્યો છે.

ઘટનાની જાણકારી મળ્યા બાદ ગ્રામીણ નારાજ થઈ ગયા અને તેમણે દર્શના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા પ્રદર્શન કર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં છોકરીની સાથે કેટલાક અન્ય લોકોના પણ સેક્સના વીડિયો મળ્યા છે. યુવતી જે કોલેજની વિદ્યાર્થીની છે, તેનો તેની સાથે અભ્યાસ કરનારા એક વિદ્યાર્થી સાથે પણ અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. તેના પર યુવતીએ તે વિદ્યાર્થી પર જ પોતાનો વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, વિદ્યાર્થીએ પોતાની સફાઈમાં પોતાને દર્શના દ્વારા ફસાવવામાં આવ્યો હોવાની વાત કહી હતી. કેટલાક ગ્રામીણોનું એવુ પણ માનવુ છે કે, યુવતી ભણવામાં ખૂબ જ હોંશિયાર છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે કોઈ દર્શનનો આવા ખોટાં કામો કરવા માટે ઉપયોગ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp