73 વર્ષીય વૃદ્ધા પર સામૂહિક બળાત્કાર; જનનાંગોમાં પાઇપ નાંખી, અંગો વિકૃત

PC: amarujala.com

પટનામાં મંગળવારે રાત્રે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ મળી આવતાં માર મારીને મારી નાંખવામાં આવી હોવાના સમાચાર પણ બુધવારે પ્રસિદ્ધ થયા હતા. પરંતુ, તે ખબર અહીંથી જ અટકી જતી નહોતી, મીડિયાના સૂત્રોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે 73 વર્ષીય મહિલાને માર મારવા પાછળનું કારણ શું હશે. મીડિયાના સૂત્રો એ કારણ જાણ્યું તો દિલને હલાવી નાખે તેવું કારણ સામે આવ્યું હતું. કારણ હતું કે તે વૃદ્ધા પર ગેંગ રેપ થયો હતો. રાજધાની અને પોલીસ હેડક્વાર્ટરથી થોડા કિલોમીટર દૂર! 73 વર્ષની વયની વૃદ્ધા સાથે ગેંગરેપ. અંગ-અંગ વિકૃત. બદમાશોએ માત્ર ગુપ્તાંગમાં પાઈપ નાંખી ન હતી, પરંતુ તેને ખરાબ રીતે અંદર સુધી ઘુસાડી હતી. તેનાથી શરીરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આટલી ક્રૂરતા પછી તેઓએ મૃતદેહ પર કપડું પણ નાખ્યું નહોતું અને, અહીં બિહાર પોલીસ પ્રથમ FIRની રાહ જોઈ રહી હતી. હવે પોસ્ટ મોર્ટમ માટે રાહ જોઈ રહી છે, નિષ્ઠુરતાની તો હદ થઇ ગઈ!

ફુલવારીશરીફ વિસ્તારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે. એક પણ વ્યક્તિ એવો નથી કે જેના હોઠ પર આ ભયાનક ઘટનાની સંપૂર્ણ વાર્તા ન હોય. લોકો સ્તબ્ધ થઇ ગયા છે. બાળકો મૌન છે. જેમણે મૃતદેહ જોયો, તેઓ તેના વિશે વાત કરતી વખતે ક્યારેક ગુસ્સો કરે છે તો ક્યારેક રડી પડે છે. મૃતદેહની હાલત જોનારા લોકો ગેંગરેપની ક્રૂરતાની સાક્ષી આપી રહ્યા છે, પરંતુ પોલીસ હજુ પણ ગેંગ રેપની સાબિતી માની નથી રહી, કારણ કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, પ્રશ્ન એ છે કે જે હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને જે પ્રકારનો મૃતદેહ મળ્યો હતો, કાર્યવાહી માટે કોઈ રિપોર્ટની રાહ જોવી જોઈતી ન હતી.

ફુલવારીશરીફ વિસ્તારમાં લોકોએ મીડિયાના સૂત્રોને સ્પષ્ટપણે કહ્યું કે, આ ઘટના કોઈએ જોઈ નથી અને તેની કોઈને જાણ પણ નથી. મહિલાને કોઈની સાથે કોઈ ઝઘડો પણ નહોતો કે કોઈ જૂની અદાવતમાં આવું કરે. જો કે લોકો જણાવી રહ્યા છે કે 73 વર્ષીય મહિલા તેના ઘરની સામેના સ્નાનાગારમાં સૂઈ રહી હતી, ત્યારે કેટલાક લોકોએ તેને બળજબરીથી ઉપાડીને ઘરથી 100 મીટર દૂર આંબાના ઝાડ નીચે લઈ ગયા. બળાત્કાર અહીં જ થયો હોવો જોઈએ, કારણ કે શરીર પર ન તો કપડાં મળ્યા હતા અને ન તો શરીરનો કોઈ ભાગ સુરક્ષિત હતો. ગળું, છાતી, કમર..., બધે તીક્ષ્ણ હથિયારના ઘા દેખાતા હતા. છાતી પર ઘણી વખત પથ્થરોથી પણ ભારે ઈજાના નિશાન હતા. મહિલાની ઓળખ છૂપાવવા કરતાં પરિવારજનો સરકાર પાસે આ કરુણ મોત સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

સંબંધીઓ ઓળખ છુપાવવા માંગતા નથી. આગળ આવીને કહે છે કે, તે લડશે, કારણ કે આ રીતે કોઈની સાથે કંઈ પણ થઈ શકે છે! મહિલાના પુત્રએ આશંકા વ્યક્ત કરી હતી કે, નશાખોરોએ આ બધું કર્યું હશે. તેમની વાત સાંભળ્યા પછી, ગ્રામજનોએ 100 ટકા ખાતરી સાથે કહેવાનું શરૂ કર્યું, 'અહીં દારૂ અને સ્મેકના વ્યસનીઓ અને ધંધાર્થીઓનો મેળાવડો રહેતો હોય છે. નશાખોરો છોકરીઓ, પુત્રવધૂઓને ખરાબ નજરે જોતા રહે છે, પણ એક વૃદ્ધ સાથે...!' આ વાત જણાવતા મહિલાઓ પણ ગુસ્સે થઈ ગઈ હતી. તે કહેવા લાગી, 'પોલીસ કંઈ કરી રહી નથી. કોઈ મદદ નથી. આટલું બધું જોયા પછી, તમે શેની રાહ જુઓ છો?' ફુલવારીશરીફના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર વિક્રમ સિહાગે મીડિયાના સૂત્રોએ કરેલા સવાલ પર કહ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબતનો ખુલાસો થઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp