ભારતમાં 74% નોકરીઓ પર મોટો ખતરો હોવાનો માઇક્રોસોફ્ટના રિપોર્ટમાં ખુલાસો

PC: businesstoday.in

આજનો યુગ ટેકનિકલ એટલે કે ટેક્નોલોજીનો યુગ છે. ટેક્નોલોજીના આધાર પર જ કોઈ પણ દેશનો વિકાસ પણ નિર્ભર કરે છે. રક્ષા ક્ષેત્ર હોય કે પછી અર્થ જગત, ટેક્નોલોજીનો પ્રભાવ સ્પષ્ટરૂપે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજીનું જ ઉપરનું રૂપ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. માનવામાં આવી રહ્યું છે કે આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જ રહેવાનો છે. દેશના દરેક સેક્ટરમાં હાઈ ટેક્નોલોજીથી લેસ હ્યુમન રોબોટ એકદમ આજના માણસની જેમ જ, ઘણા મામલાઓમાં તો માણસો કરતા પણ વધુ સારી રીતે કામને અંજામ આપતા દેખાશે. જોકે, અમેરિકા, જાપાન, ચીન અને જર્મની વગેરે દેશોમાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સેવાઓ ચલણમાં આવી ગઈ છે અને ભારતમાં તેના ઉદાહરણ જોવા મળવા માંડ્યા છે.

પરંતુ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સામાન્ય લોકોની સામે નોકરીનું જોખમ ઊભુ કરી દીધુ છે. એકલા ભારતની જ વાત કરીએ તો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આશરે 74 ટકા કર્મચારીઓને નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે. ભારતમાં કરવામાં આવેલા એક સર્વેના આધાર પર જાણકારી મળી છે કે, ત્રણ ચતૃથાંશ કરતા વધુ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે નોકરી જવાની ગાઢ ચિંતામાં છે. માઇક્રોસોફ્ટના એક રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે, 90 ટકા ભારતીય નિયોક્તાઓએ જણાવ્યું કે, નવા નિયુક્તિ મેળવનારા કર્મચારીઓના એઆઈ ડેવલપમેન્ટ માટે નવી સ્કિલ્સ શીખવાની જરૂર રહેશે.

માઇક્રોસોફ્ટ વર્ક ટ્રેન્ડ ઇન્ડેક્સ 2023ના રિપોર્ટ અનુસાર, આ રિસર્ચ 31 દેશોના 31 હજાર લોકો પર કરવામાં આવ્યો, જેમા 1 હજાર ભારતીયોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, 74 ટકા ભારતીય કર્મચારીઓનું માનવુ છે કે તેમને ડર છે કે ક્યાંક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમની જગ્યા ના લઇ લે. ભારતમાં માઇક્રોસોફ્ટ ચીફ મોર્ડન વર્ક ભાસ્કર બસુ કહે છે કે, AI ની નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટિવિટી વૃદ્ધિના નવા માર્ગ ખોલશે. AIના ઉપયોગથી કામ ક્યાંક વધુ સરળ બની જશે. જેને કારણે કામનો ભાર ઝેલી રહેલા લોકોને રાહત મળશે.

એક વિશેષજ્ઞનું કહેવુ છે કે, AI ડેટા વિશ્લેષણ અને પરિણામોની ભવિષ્યવાણી વધુ સારી રીતે કરી શકે છે. એવામાં AI આ ક્ષેત્રમાં આવી શકે છે. આ ઉપરાંત, ઘણી મોટી કંપનીઓ છે જે કોલસેન્ટરમાં ચેટ માટે AIનો ઉપયોગ કરી રહી છે. આ ઉપરાંત, રોચેસ્ટર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના એસોસિએટ ડીન પેંગચેંગ શિનું કહેવુ છે કે, AI આવનારા સમયમાં શેર બજારના ટ્રેડર સાથે સંકળાયેલું કામ પણ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp