દેશની જેલોમાં માત્ર 24% કેદી જ એવા જે પોતાના ગુનાની સજા કાપી રહ્યા છે, બાકી...

PC: indianexpress.com

આ ચિંતાજનક આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના છે. તેના દ્વારા જાણકારી મળે છે કે, જેલોમાં બંધ કેદીઓમાંથી 24% જ પોતાના અપરાધની સજા કાપી રહ્યા છે. NCRB અનુસાર, દેશની તમામ જેલોમાં હાલ આશરે 488511 કેદી છે. તેમા 271848 કેદી એવા છે, જેમનો અપરાધ હજુ સુધી સાબિત નથી થયો. વિવિધ કોર્ટમાં તેમના કેસો વર્ષોથી ચાલી રહ્યા છે. નિર્ણય નથી આવ્યો. ટકાવારી પ્રમાણે આવા કેદીઓની સંખ્યાને જોઈએ તો તે આશરે 76%ની આસપાસ છે.

આ આંકડાઓ પરથી એ જાણકારી મળે છે કે, 5 રાજ્યો- દિલ્હી, જમ્મૂ-કાશ્મીર, બિહાર, પંજાબ અને ઓડિશામાં દેશના સરેરાશ કરતા વધુ એવા કેદી છે, જેના કેસનો હજુ સુધી નિર્ણય નથી આવ્યો. આવા કેદીઓની સંખ્યા દિલ્હી અને જમ્મૂ-કાશ્મીરમાં 91-91% છે. જ્યારે બિહાર અને પંજાબ 85-85% તેમજ ઓડિશામાં 83% છે. જાતિ, ધર્મ પ્રમાણે જોઈએ તો ચાલી રહેલા કેસોવાળા કેદીઓમાં 73% દલિત, આદિવાસી અથવા પછાત વર્ગોના છે. જ્યારે 20% મુસ્લિમ. આ પ્રમાણે કેદીઓનું શિક્ષણનું સ્તર પણ વધુ સારું નથી. જે કેસોની સુનાવણી કોર્ટમાં ચાલુ છે, તેમાંથી 41% કેદીઓએ 10માં પહેલા જ સ્કૂલ છોડી દીધી. જ્યારે 27% કેદીઓએ તો અભ્યાસ જ નથી કર્યો, તેઓ અશિક્ષિત છે.

NCRB અનુસાર, ચાલી રહેલા કેસોવાળા કેદીઓમાં આશરે 30% તો એક વર્ષ કરતા પણ વધુ સમયથી જેલોમાં બંધ છે. જ્યારે 65% એવા હોય છે, જેમણે ઓછામાં ઓછાં 3 મહિના જેલમાં વીતાવવા પડે છે. ત્યારબાદ તેમના જામીન વગેરેનો પ્રબંધ થાય છે. કોર્ટમાં જે કેસો ચાલી રહ્યા છે, તેમાંથી અડધા એટલે કે 50% વ્યક્તિઓ કોઈક પ્રકારના અપરાધોના આરોપીઓ છે. જેમ કે, હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર, અપહરણ, દહેજના કારણે હત્યા વગેરે. જ્યારે 20% સંપત્તિ સંબંધી ગુનાના આરોપી છે. જેમકે- લૂંટ, ચોરી.

NCRBના આ આંકડાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો 2 બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી- જે ગરીબ છે, તેમણે વધુ સમય સુધી જેલમાં રહેવુ પડે છે. કોર્ટમાં તેમની સુનાવણી પણ સરળતાથી નથી થઈ શકતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કોઈક અપરાધમાં જો વ્યક્તિને જેલમાં લાવવામાં આવે, તેમની આર્થિક પૃષ્ઠભૂમિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ગરીબ વ્યક્તિએ ચોરી જેવા આરોપમાં પણ વર્ષો સુધી જેલમાં રહેવુ પડે છે. કારણ કે, તે પોતાના જામીન માટે પૈસા પણ ભેગા નથી કરી શકતો. આથી, તેનો કેસ પણ લંબાયા કરે છે. તેમજ આ આંકડાઓમાં બીજી મહત્ત્વની વાત એ છે કે, હત્યા, બળાત્કાર જેવા ગંભીર અપરાધોમાં મોટાભાગે કોર્ટમાં સુનાવણી લાંબી ચાલે છે.

જેલોમાં લાંબા સમયથી ચાલી રહેલા કેસોવાળા કેદીઓની આ સ્થિતિ ત્યારે છે, જ્યારે દેશની લગભગ તમામ જેલોની ક્ષમતા કરતા વધુ ભરાયેલી છે. આ બાબત 2020ના NCRBના રિપોર્ટમાં જોવા મળી છે. તે અનુસાર, દેશની 1306 જેલોમાં 31 ડિસેમ્બર, 2020 સુધી 4.89 લાખ કેદી બંધ હતા. જ્યારે આ જેલોની ક્ષમતા માત્ર 4.14 લાખ કેદીઓને રાખવાની છે. સ્થિતિ 2022માં પણ લગભગ એવી જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp