મધ્ય પ્રદેશમાં દલિત યુવકની માર મારીને હત્યા, બચાવવા ગયેલી માતાને નિર્વસ્ત્ર કરાઈ

PC: bhaskar.com

મધ્ય પ્રદેશથી એક શરમજનક ઘટના સામે આવી છે. એક દલિત યુવકની માર મારીને હત્યા કરવામાં આવી, માતા તેના પુત્રને બચાવવા આવી તો તેણીને નિવર્સ્ત્ર કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં હવે નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે અને રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે.

મધ્યપ્રદેશના સાગરમાં એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. જ્યારે આરોપી યુવકને બચાવવા પહોચેલી તેની માતાને પણ નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. હકીકતમાં, થોડા દિવસો પહેલા આરોપીએ મૃતકની બહેનની છેડતી કરી હતી, જેનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને બસપા-કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ છે. વિરોધ પક્ષોએ ભાજપ પર નિશાન સાધ્યું છે

જાણવા મળેલી માહિતી મુજબ આ ઘટના મધ્ય પ્રદેશના બરોદિયા નૈનાગિરનો છે. પોલીસે દલિત યુવકની હત્યામાં મુખ્ય આરોપી સહિત 8ની ધરપકડ કરી છે.ઘટનામાં સામેલ આરોપી સરપંચનો પતિ સહિત અન્ય લોકો ફરાર છે. દલિત યુવકની હત્યાને પગલે ગામમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટર દીપક આર્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મૃતકના પરિવારજનોએ 40 કલાક સુધી અંતિમ સંસ્કાર નહોતા કર્યા અને 10 માગો મુકી હતી. આખરે સમજાવટ પછી દલિત યુવકના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારની માગ હતી કે આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે.

પોલીસે મુખ્ય આરોપી વિક્રમ સિંહ ઠાકુર, આઝાદ ઠાકુર, ઈસ્લામ ખાન, ગોલુ ઉર્ફે સુશીલ કુમાર સોની, અનીશ ખાન, ગોલુ ઉર્ફે ફારીમ ખાન, અભિષેક રકવાર અને અરબાઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બરોડિયા નૌનાગીરના રહેવાસી છે. પોલીસ ફરાર આરોપી કોમલ સિંહ ઠાકુર અને અન્યને શોધી રહી છે.

મૃતકની બહેને કહ્યુ હતું કે ગામનો વિક્રમ સિંહ, કોમલ સિંહ અને આઝાદ સિંહએ ઘરે આવીને માતાને ધમકી આપી હતી કે કેસ પાછો ખેંચી લો, તે વખતે માતાએ કહ્યું હતું કે જ્યારે કોર્ટમાં રજૂ થશું ત્યારે કેસ પાછો ખેંચીશું. તે વખતે આરોપીઓએ ઘમકી આપી હતી કે દીકરાનો જીવ વહાલો છે કે નહીં?

બહેને કહ્યુ કે જ્યારે મારા 18 વર્ષનો નાનો ભાઇ શાકભાજી લઇને આવી રહ્યો હતો ત્યારે તેને ઘેરીને મારપીટ કરવામાં આવી હતી.જ્યારે મારી માતા બચાવવા પહોંચી તો તેની સાથે પણ મારપીટ કરવામાં આવી અને જાહેરમાં નિવર્સ્ત્ર કરવામાં આવી. એ લોકો મારી પણ પાછળ પડ્યા હતા, પરંતુ હું ભાગીને જંગલમાં છુપાઇ ગઇ હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશના સાગરમાં એક દલિત યુવકની હત્યા કરવામાં આવી અને ગુંડાઓએ તેની માતાને પણ છોડી નહોતી. ખડગેએ કહ્યું કે સાગરમાં સંત રવિદાસ મંદિર બનાવવાનો ઢોંદ કરનાર પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં દલિતો પરના અત્યાચાર સામે મૌન છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી માત્ર કેમેરાની સામે પીડિતના પગ ધોઇને પોતાના ગુના છુપાવવાની કોશિશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp