સેક્સની લડાઈથી ચિત્તાઓના જીવન પર સંકટ, 9 નરની સામે માત્ર 8 માદા જ બચી

PC: livemint.com

ભારતમાં વર્ષ 1952થી વિલુપ્ત થયેલા ચિત્તાઓને ભારતમાં ફરીથી સ્થાપિત કરવા માટે શરૂ થયેલો પ્રોજેક્ટ ચિત્તા સંકટમાં છે. 17 સપ્ટેમ્બર, 2022થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કૂનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો. તેમા ગત ત્રણ મહિનામાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. અહીં બે માદા અને એક નર ચિત્તાનું મોત થઈ ચુક્યુ છે. મોતના પહેલા બે કારણ તો ભલે બીમારીઓ સાથે સંકળાયેલા હોય પરંતુ, ત્રીજા મોતનું કારણ હિંસા હોવાનું મળી આવ્યું છે. 9 મેના રોજ માદા ચિત્તા દક્ષાના મોતે નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

નેશનલ પાર્કમાં મંગળવાર બપોરે 12 વાગ્યે દક્ષાનું મોત થઈ ગયુ. મધ્ય પ્રદેશના પ્રધાન પ્રમુખ વન સંરક્ષક વન્યજીવ તેમજ મુખ્ય વન્ય જીવ સંરક્ષક જસવીર સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, સંભોગ દરમિયાન હિંસાના કારણે માદા ચિત્તા દક્ષાનું મોત થઈ ગયુ, એવુ બની શકે છે. ચિત્તા કંઝર્વેશન ફંડના એક રિપોર્ટ અનુસાર, વન્ય પ્રાણી વિશેષજ્ઞ જણાવે છે કે, સેક્સ દરમિયાન મોટાભાગે નર ચિત્તા હિંસક થઈ જાય છે, આ દરમિયાન તેઓ પોતાની સાથી માદા ચિત્તા પર ગંભીર હુમલો કરી દે છે. ચિત્તા કંઝર્વેશન ફંડના એક રિપોર્ટ અનુસાર, માદા ચિત્તા માત્ર સેક્સ માટે જ નર ચિત્તાને મળે છે. સેક્સ કર્યા બાદ બંને ફરીથી અલગ-અલગ થઈ જાય છે. આ દરમિયાન જો બાળક થાય તો તેમણે પોતાનું ધ્યાન જાતે રાખવાનું હોય છે. 110 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગનારી માદા ચિત્તા જ્યારે સંભોગ માટે સક્રિય બને છે તો તે પરિવારથી અલગ થઈ જાય છે.

વન્ય જીવ વિશેષજ્ઞોનું કહેવુ છે કે, માદા ચિત્તાના સેક્સ પીરિયડ વિશે પૂર્વાનુમાન ના લગાવી શકાય. તે અનિયમિત હોય છે. ચિત્તાની આસપાસના વાતાવરણ પર સેક્સની પરિસ્થિતિ નિર્ભર કરે છે. નર અને તેની ગંધના સહારે માદા તેની નજીક પહોંચે છે. ચિત્તાનો સેક્સ પીરિયડ 14 દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન ફીમેલ ઘણા નર ચિત્તાઓ સાથે સંબંધ બનાવી શકે છે. વધુ નર ચિત્તાથી ઘેરાયેલી હોવાના કારણે માદા ચિત્તા પર હુમલાની આશંકા વધી જાય છે. કૂનો નેશનલ પાર્કમાં દક્ષા પર થયેલા હુમલાની પાછળ ક્યાંક એ કારણ તો નથી કે નવા વાતાવરણમાં તે સેક્સ માટે તૈયાર ના રહી હોય અને નર ચિત્તા સાથે એટલા માટે તેનો સંઘર્ષ થયો હોય.

30 એપ્રિલે કૂનો નેશનલ પાર્કમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. તેમા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણના મહાનિરીક્ષક ડૉ. અમિત મલિક, ભારતીય વન્યજીવ સંસ્થાનના ડૉ. કમર કુરેશી, દક્ષિણ આફ્રિકાથી આવેલા પ્રોફેસર એડ્રિયન ટૉડ્રિક અને ચિત્તા પેટા પોપ્યુલેશન ઇનીશિએટિવના વિન્સેટ વેન ડર માર્વ સામેલ રહ્યા હતા. આ તમામે નિર્ણય લીધો હતો કે, દક્ષિણ આફ્રિકાથી આવેલા નર ચિત્તા કોયલિશન અગ્નિ અને વાયુને માદા દક્ષા સાથે સેક્સ માટે મિલાપનો નિર્ણય લેવામાં આવ્યો.

7 નંબર વાડા અને 1 નંબર વાડાની વચ્ચે બનેલા ગેટને 1 મેના રોજ ખોલી દેવામાં આવ્યો. 6 મેના રોજ 7 નંબર વાડામાંથી નીકળીને કોયિલિશનય 1 નંબર વાડામાં પહોંચ્યો. સંભવતઃ આ દરમિયાન કોયલિશન અને દક્ષાની વચ્ચે સેક્સની ગતિવિધિ થઈ. આ દરમિયાન નર ચિત્તો હિંસક બની ગયો અને પોતાની સાથી દક્ષા પર હુમલો કરી દીધો. આ હુમલામાં દક્ષા ગંભીરરીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ.

પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પહેલીવાર 17 સપ્ટેમ્બર, 2022ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂનોમાં છોડ્યા હતા. તેમા, 5 માદા અને 3 નર ચિત્તા હતા. તેમજ, બીજા ચરણમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તાઓ જેમા 5 માદા અને 7 નર હતા, તેને છોડવામાં આવ્યા. જે પૈકી ત્રણ ચિત્તાના મોત થઈ ચુક્યા છે. એક માદા સાશાનું મોત કિડનીની બીમારીના કારણે થયુ, બીજા નર ઉદયનું હાર્ટ એટેકના કારણે મોત થયુ પરંતુ, 9 મેના રોજ માદા દક્ષાનું મોત સેક્સ દરમિયાન હિંસાના કારણે થયુ. હવે કૂનોમાં 17 ચિત્તા બચ્યા છે, જેમાંથી 8 માદા અને 9 નર છે.

ભવે કૂનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તાના મોત થઈ ગયા પરંતુ, 30 માર્ચે નામીબિયાથી આવેલી ચિત્તા જ્વાલાએ 4 શાવકોને જન્મ આપ્યો છે. તમામ શાવકોની સ્થિતિ હાલ સ્વસ્થ જણાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp