કુનો નેશનલ પાર્કમાં 4 મહિનામાં 8 ચિત્તાના મોત, એક સપ્તાહમાં બેનો જીવ ગયો

PC: abplive.com

દેશમાં 70 વર્ષ પછી ચિત્તાનું ભારતમાં આગમન થયું હતું અને ગયા વર્ષે મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 20 ચિત્તા લાવવામાં આવ્યા છે, જેમાંથી છેલ્લાં 4 મહિનામાં જ 8 ચિત્તાના મોત થયા છે.

મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઇ ગયું છે. આફ્રિકાથી લાવવામાં આવેલા નર ચિત્તા સુરજનો મૃતદેહ શુક્રવારે મળ્યો હતો. કુનો નેશનલ પાર્કમાં છેલ્લાં 4 મહિનામાં 8 ચિત્તાના મોત થઇ ચૂક્યા છે, જ્યારે આ જ સપ્તાહમાં  બીજા ચિત્તાનું મોત થયું છે.

કુનો નેશનલ પાર્કના અધિકારીઓએ કહ્યું કે સુરજના મોતનું કારણ જાણવાની કોશિશ ચાલી રહી છે. આ પહેલા મંગળવારે નર ચિત્તો તેજસનું મોત થયું હતું. માદા ચિત્તા સાથે થયેલી હિંસક અથડામણમાં તેજસ ગંભીર રીતે ઘવાયો હતો અને તેનું મોત થયું હતું.

સુત્રોના કહેવા મુજબ તાજેતરમાં તેજસ અને સુરજ વચ્ચે પણ હિંસક અથડામણ થઇ હતી, જેમાં તેજસની ગરદન પર ઉંડો ઘા પડી ગયો હતો. જ્યારે સુરજને પણ ગંભીર ઇજા થઇ હતી. ઉપરાંત અગ્નિ નામનો ચિત્તો પણ ઘાયલ થયો છે અને તેના પગમાં ફેક્ચર થયું છે.

70 વર્ષ પછી દેશમાં ફરી ચિત્તાનું આગમન થયું હતું, જ્યારે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ્બિયાથી આવેલા 8 ચિત્તાને નેશનલ કુનો પાર્કમાં રીલિઝ કર્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકાથી 12 ચિક્કાને કુનોમાં છોડાયા હતા. અત્યાર સુધીમાં કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા.

નામ્બિયાથી લાવવામાં આવેલા 4 વર્ષની માદા ચિત્તા સાશાનું કિડની ઇંફેકશનને કારણે 26 માર્ચ 2023ના દિવસે મોત થયું હતું. ભારતમા લાવવા પહેલાં જ સાશાને કિડનીની બિમારી હતી.

27 માર્ચે માદા ચિત્તા જ્વાલાએ 4 બાળકોને જન્મ આપ્યો હતો. એટલે સાથાના મોત પછી ચિત્તાની સંખ્યા 23 થઇ હતી.

સાઉથ આફ્રિકામાંથી લાવવામાં આવેલા ચિત્તા ઉદયનું હાર્ટ એટેકને કારણે 23 એપ્રિલ 2023ના દિવસે મોત થયું હતું. 9 મેના દિવસે ચિત્તા દક્ષાનું મોત થયું હતું. મેલ ચિત્તાને દક્ષા સાથે મેટીંગ માટે મોકલવામાં આવ્યો હતો. એ દરમિયાન બંને વચ્ચે હિંસક અથડામણ થઇ હતી અને તેમાં દક્ષાનું મોત થયું હતું. 23 મેના દિવસે જ્વાલાના એક બાળ ચિત્તાનું મોત થયું હતું. એ પછી 25 મેના દિવસે જ્વાલાના વધુ બે બાળ ચિત્તાના મોત થયા હતા. 11 જુલાઇએ તેજસનું મોત થયું હતું અને હવે 14 જુલાઇએ સુરજનું મોત થયું છે. અત્યારે કુનો નેશનલ પાર્કમાં કુલ 16 ચિત્તા બચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp