પાકિસ્તાને 80 માછીમારોને મુક્ત કર્યા, 77 ગુજરાતના હતા, આ કારણે છોડ્યા

PC: hindustantimes.com

પાકિસ્તાને કરાચી જેલથી 80 ભારતીય માછીમારોને મુક્ત કરી દીધા છે. 10 નવેમ્બરે રાત્રે એ બધા માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા. પાકિસ્તાની સરકારના એક અભિયાન હેઠળ ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓ અને નાગરિકોને દેશમાંથી કાઢી દેવામાં આવી રહ્યો છે. મુક્તિ એ અભિયાનનો હિસ્સો છે. આ વાતની જાણકારી પાકિસ્તાન ફિશરફોક ફોરમ (PFF)ના મહાસચિવ સઇદ બલૂચે 10 નવેમ્બરના રોજ એક પોસ્ટમાં આપી હતી. મુક્ત થયેલા 80 ભારતીયોમાં 77 ગુજરાતથી છે.

59 માછીમાર ગુજરાતના ગીર સોમનાથથી, 15 દ્વારકાથી, 2 અમરેલીથી અને એક જામનગરથી છે. બાકી 3 માછીમાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગર હવેલીથી છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજન્સી (PMSA)એ સપ્ટેમ્બ અને નવેમ્બર 2020 વચ્ચે આ 80 માછીમારોને માછલી પકડતી વખત કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી છે. ભારતીય માછીમારો માટે લાહોરની યાત્રાની વ્યવસ્થા કરનાર ઇંધી વેલફેર ટ્રસ્ટના ફૈસલે મીડિયાને જણાવ્યું કે, બધા માછીમારો ઘર ફરવાને લઈને ખૂબ ખુશ છે.

તેમણે જણાવ્યું કે, તેણે બધાને ઘરથી લઈ જવા માટે થોડી રોકડ અને ઉપહાર પણ આપ્યા છે. બધાને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઇકબાલ એક્સપ્રેસ ટ્રેનથી મોકલવામાં આવ્યા. ગુજરાતનું ફિશરિઝ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારી અખબારને જણાવ્યું કે, અધિકારીઓની એક ટીમ અમૃતસરમાં માછીમારોનું સ્વાગત કરશે. પાકિસ્તાન અને ભારત સમુદ્રી સીમાનું ઉલ્લંધન કરવાના આરોપમાં નિયમિત રૂપે એક-બીજાના માછીમારોની ધરપકડ કરે છે. એક જુલાઇ સુધીના આંકડાના હિસાબે પાકિસ્તાની જેલમાં 266 ભારતીય માછીમાર બંધ હતા.

તેમાંથી 2ના ઑગસ્ટ અને ઓક્ટોબરમાં મોત થઈ ગયા હતા. તો 68 પાકિસ્તાની માછીમાર ભારતની જેલોમાં પણ બંધ છે. PTIના એક રિપોર્ટ મુજબ, આ વર્ષે જુલાઈમાં ભારત અને પાકિસ્તાને કેદીઓની લિસ્ટ શેર કરી હતી. જુલાઇના હિસાબે જોઈએ તો પાકિસ્તાનની જેલોમાં 308 ભારતીય કેદી બંધ હતા. તો પાકિસ્તાને જણાવ્યું હતું કે, ભારતીય જેલોમાં તેના 417 કેદીઓ છે. બંને દેશોએ સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને વહેલી તકે મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp