લગ્નમાં મામેરું ભરાયું, 81 લાખ રોકડા, 40 તોલા સોનું, 16 વીઘા જમીન, 3.15 કરોડ...

PC: patrika.com

રાજસ્થાનના લગ્નની ચર્ચા દેશ અને દુનિયામાં થાય છે. આવા જ બીજા લગ્ન રાજસ્થાનના નાગૌર જિલ્લામાં થઈ રહ્યા છે. નાગૌર જિલ્લામાં રહેતા એક જાટ પરિવારે તેમની ભાણેજના લગ્નમાં મામેરામાં ઘણા બધા પૈસા નાખ્યા. મામેરું એટલું મોટું લીધું કે તેનો એક નવો રેકોર્ડ બન્યો. મામેરામાં એટલા પૈસા અને દાગીના આપવામાં આવ્યા કે, ડઝનેક ગામડાના લોકો તેને જોવા માટે ત્યાં આવ્યા. મામેરું ભરતી વખતે ભાણજીના ત્રણ મામા અને તેના નાના પણ હાજર હતા. સમાજના મોટા લોકો સમક્ષ આ મામેરું ભરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં તેની ચર્ચા થઈ રહી છે. આ મામલો નાગૌરના દેહ તાલુકાના બુરડી ગામનો છે.

લગ્નમાં ઘણા રિવાજો હોય છે. આવો જ એક રિવાજ છે મામેરું ભરવાનો, જેને ઘણી જગ્યાએ 'ભાત' પણ કહેવામાં આવે છે. આમાં, ભાઈઓ તેમની બહેનના બાળકો (ભાણેજ)ના લગ્નમાં મામેરાને લાવે છે. આમાં લોકો બહેનની ખુશીમાં ભાગ લે છે. ઘણા લોકો મામેરા ભરવા માટે એટલા પૈસા ખર્ચે છે કે તે આસપાસના લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે. હવે રાજસ્થાનમાં કંઈક આવું જ બન્યું છે. અહીં એક મામાએ તેમની ભાણેજના લગ્નમાં એક-બે લાખ નહીં પરંતુ 3 કરોડથી વધુ ખર્ચી નાખ્યા હતા.

અનુષ્કાના દાદા ભંવર લાલ ગરવાએ કહ્યું કે, અમારી પરંપરા છે કે, પુત્રવધૂ, પુત્રી અને બહેન સૌથી મોટી સંપત્તિ છે. તેમનું સન્માન સૌથી મહત્વનું છે. આપણા વડવાઓની પ્રથા રહી છે કે દિલ ખોલીને મામેરું ભરો, દીકરી અને બહેનના ભાગ્યથી જ બધું પ્રાપ્ત થાય છે, તેથી જ્યારે સમય આવે ત્યારે તેમને પાછું આપવું એ સૌથી મહત્વપૂર્ણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મામલો નાગૌર જિલ્લાના દેહ તાલુકા (જાયલ સબડિવિઝન)ના બુરડી ગામનો છે. અહીં એક મામાએ તેની ભાણેજના લગ્નમાં કરોડો રૂપિયા ભર્યા છે. ત્રણ મામાએ મળીને તેમની ભાણેજના લગ્નમાં 3 કરોડ રૂપિયાથી વધુની રકમ ભરી છે. બુરડીના ભંવરલાલ ગરવાએ તેમના ત્રણ પુત્રો હરેન્દ્ર, રામેશ્વર અને રાજેન્દ્ર સાથે મળીને જિલ્લાના ઝાડેલી ગામમાં રહેતી તેમની ભાણેજ (અનુષ્કા)ના લગ્નમાં રૂ. 81 લાખ રોકડા, નાગૌરના રિંગ રોડ પર રૂ. 30 લાખની કિંમતનો પ્લોટ,  16  વીઘા ખેતર, 41 તોલા સોનું, 3 કિલો ચાંદી, બાજરી ભરેલી નવી ટ્રેક્ટર-ટ્રોલી અને એક સ્કૂટી. પહેલા તમે પણ જુઓ આ વાયરલ વિડીયો...

અહીં તમને જણાવી દઈએ કે, બરડી ગામના ભંવરલાલ ગરવા ખેડૂત છે. તેમની પાસે 350 વીઘા જમીન છે. ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજસ્થાનના સૌથી મોટા મામેરા ભર્યા બાદ ભંવરલાલ ગરવાએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોનો વર્ષો જૂનો ઈતિહાસ છે કે, ભાઈઓ તેમની બહેનના મામેરા દિલ ખોલીને ભારે છે. સંકટ સમયે પણ બહેનના રક્ષક તરીકે માત્ર ભાઈ જ ઉભો રહે છે. ભંવરલાલને ત્રણ પુત્રો અને એક પુત્રી છે.

રાજસ્થાનના નાગૌર જિલ્લાના જાયલમાં ઐતિહાસિક મામેરા ભરવાની પરંપરા સલ્તનતના સમયથી ચાલી આવે છે, જે આજે પણ ખૂબ જ ઉત્સાહથી અનુસરવામાં આવે છે. કહેવાય છે કે, 600 થી 700 વર્ષ પહેલા જાયલના ખિંયાલા ગામના બે ભાઈઓ ગોપાલ રામ અને ધર્મારામ ચૌધરીએ ઐતિહાસિક મામેરા ભર્યા હતા. બંનેએ લીછમા ગુજરીની પુત્રીના લગ્નમાં ધર્મના ભાઈ તરીકેની ફરજ નિભાવતા કરવેરાની બધી જ રકમ મામેરામાં ભરી દીધી હતી.

આ મામલો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. આ પહેલા પણ નાગૌર જિલ્લામાં આવા અનેક મામેરાઓ ભરાઈ ચૂક્યા છે. અગાઉ, ભરાયેલા મામેરાઓમાં કુલ રકમ 1 કરોડ સુધીની હતી, પરંતુ તાજેતરના કેસે તમામ મર્યાદાઓ તોડી નાખી છે. આ મામેરાના ફોટા અને વિડિયો ખૂબ જોવામાં આવી રહ્યા છે.

આ અંગે લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. સારું, તો આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp