સ્મશાન ઘાટ પર હોબાળો, 90 વર્ષીય મહિલાના મોત બાદ અસ્થિને લઇને ઝઘડો

PC: aajtak.in

પંજાબના કપૂરથલામાં 90 વર્ષીય મહિલાના મોત બાદ હોબાળો મચી ગયો છે. વૃદ્ધના અંતિમ સંસ્કાર બાદ સ્મશાન ઘરમાં અસ્થિઓ લેતી વખત પરિવારના લોકો વચ્ચે જોરદાર ઝઘડો થયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલાના દીકરાએ આશંકા વ્યક્ત કરી કે તેના સંબંધીઓએ જમીન હડપી લેવા માટે માતાની હત્યા કરી છે. સાથે જ કેટલાક અન્ય આરોપ પણ લગાવ્યા છે. આ ઘટના જિલ્લાના સુલ્તાનપુર લોધીના નબીપુરા ગામની છે. 6 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધ મહિલા બલબીર કૌરનું મોત થઈ ગયું હતું.

હવે તેના પૂત્ર પૂરણ સિંહ અને બાઉપુરના રહેવાસી હરિ સિંહના દીકરાએ આરોપ લગાવ્યો છે કે નબીપુરના રહેવાસી તેના સંબંધી ગુરિન્દર સિંહે જમીન હડપવા માટે માતાની મારી મારીને હત્યા કરી દીધી. સાથે જ શબને ક્ષત-વિક્ષત પણ કર્યું. આરોપ એવો પણ છે કે માતાના મોત બાદ તેને જાણકારી ન આપવામાં આવી. ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે જાણકારી મળી તો એ લોકો સ્મશાન ઘાટ પહોંચ્યો. આ દરમિયાન અસ્થિઓ ઉઠાવવામાં આવી રહી હતી તો વિરોધનો સામનો કરવો પડ્યો.

આ અંગે પોલીસ પ્રશાસન પાસે ફરિયાદ અને તપાસની માગ કરવામાં આવશે. બીજી તરફ નબીપુરના રહેવાસી બલદેવ સિંહના પુત્ર ગુરિન્દર સિંહે વૃદ્ધ મહિલાના દીકરા પૂરણ સિંહ અને તેના સાથીઓના આરોપોને પાયાવિહોણા બતાવ્યા છે. તેણે કહ્યું કે, તે વૃદ્ધ મહિલા છેલ્લા 15 વર્ષથી નબીપુર સ્થિત અમારા ઘરમાં અમારી સાથે રહેતી હતી. તેમના પરિવારમાં કોઈ પણ દેખરેખ કરતું નહોતું, એટલે માનવતાના સંબંધે અમે પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.

તેમણે કહ્યું કે, બલબીર કૌરની ઉંમર લગભગ 90 વર્ષ હતી. 6 સપ્ટેમ્બરના રોજ જ્યારે તેનું મોત થઈ ગયું તો ગામ અને વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કર્યો. ત્યારબાદ જ્યારે તેની અસ્થિઓ લેવા સ્મશાન ઘાટ પહોંચ્યા તો તેમના દીકરાઓ અને અન્ય પરિવારજનોએ જોરદાર હોબાળો કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp