MPમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા રહે છે: BJP નેતા

PC: etvbharat.com

મધ્ય પ્રદેશમા હવે વિધાનસભા ચૂંટણી નજીકમાં છે અને બધી પાર્ટીઓ પોતપોતાની રીતે જોર લગાવી રહી છે. ભાજપના એક નેતાએ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું છે કે મધ્ય પ્રદેશમાં 95 ટકા સનાતની અને બાકીના આતંકવાદીઓને મદદ કરનારા લોકો રહે છે. આ નેતાએ કહ્યું કે કોંગ્રેસને 50 બેઠકો મેળવવાના પણ ફાંફા થઇ જશે.

મધ્ય પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયભાન સિંહ પવૈયાએ દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 50 બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરવો પડશે.

પવૈયાએ કહ્યું કે સનાતન ધર્મ સાથે સંબંધ રાખનારા 95 ટકા લોકો મધ્ય પ્રદેશમાં રહે છે અને 5 ટકા મતદાકો આતકવાંદીઓ, દગાબાજો એને ધર્મ પરિવતર્નને સમર્થન કરનારા રહે છે. એમાં હિજાબ ગેંગ પણ સામેલ છે.

ભાજપ નેતાએ કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવવા માટે 95 ટકા લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે એટલે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અહીં જન આક્રોશ યાત્રા કાઢી રહી છે. પરંતુ સનાતની લોકોનો ગુસ્સો વધારે છે એટલે કોંગ્રેસને 50 સીટ પણ નહીં મળે.

જયારે ભાજપ નેતાને મીડિયાએ સવાલ પુછ્યો કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે સનાતન ધર્મનો મુદ્દો રહેશે? જેના જવાબમાં પવૈયાએ કહ્યું હતું કે ચૂંટણીમાં સનાતન ધર્મનો મુદ્દો નિશ્ચિતપણે રહેશે.તેમણે કહ્યું કે મોઘલ કાળથી બ્રિટિશ કાળ સુધીના 1000 વર્ષ સુધી જે છે તે સનાતન ધર્મ તો છે.

ભાજપના પૂર્વ મંત્રી પવૈયાના નિવેદન સામે કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના પ્રવક્તા આનંદ જાટે કહ્યુ કે, પવૈયા કે જેમની પોતાની ટિકીટ જ હજુ કન્ફર્મ નથી તેમણે કોંગ્રેસ પર નિવેદનબાજી કરવાને બદલે મધ્ય પ્રદેશમાં પોતાની સરકારે જે લૂંટ મચાવી છે તેના વિશે બોલવું જોઇએ.

કોંગ્રેસ નેતાએ આરોપ મુકતા કહ્યુ કે ભાજપ સરકાર મહાકાલ મંદિરમાં થયેલા કૌભાંડમાં પણ સામેલ છે. આ ભાજપની જ સરકારે 95 ટકા સનાતની ખેડુતોની દેવામાફીની રકમ અટકાવેલી છે.જો રાજ્યામાં બેરોજગારી વધશે તો સનાતન ધર્મના યુવાનોને જ નુકશાન પહોંચાડશે.ભાજપ સનાતન ધર્મની વિરોધી છે.

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે આ વર્ષમાં ચૂંટણી થવાની છે. વર્ષ 2018માં મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ 2021માં કોંગ્રેસની સત્તા ઉથલી ગઇ હતી અને ભાજપે ફરી સત્તા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp