26th January selfie contest

23 વર્ષના યુવકે 13 વર્ષની છોકરી પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દીધી

PC: rajexpress.com

બહારી દિલ્હીના સમયપુર બદલીમાં 23 વર્ષીય વ્યક્તિ દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી બનેલી 13 વર્ષની છોકરીએ એક છોકરાને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકનું જન્મ પછી તરત જ મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં આરોપીની ઓળખ સુજીત તરીકે કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

પીડિત બાળકીના સંબંધીઓના જણાવ્યા અનુસાર, આ મામલો 12 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાની માતાએ તેની પુત્રીનું પેટ ફૂલીને બહાર આવી ગયેલું જોયું હતું.

બાળકીની માતાએ કહ્યું, 'જ્યારે મેં મારી પુત્રીને તેના વધેલા પેટનું કારણ પૂછ્યું, ત્યારે તેણે મને તેના પર બળાત્કાર કરનાર વ્યક્તિ વિશે જણાવ્યું, અને કહ્યું કે તે છ મહિનાની ગર્ભવતી છે.' આ પછી પરિવાર બાળકીને હોસ્પિટલ લઈ ગયો અને મેડિકલ તપાસમાં તે પ્રેગ્નેન્ટ હોવાની સાબિતી થઇ, ત્યારબાદ આ મામલાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

કેસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે, છોકરીને લોહી વહેવા લાગ્યું હોવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, 'પીડિતાએ કહ્યું કે, આરોપીએ તેને ગર્ભપાત કરાવવા માટે કંઈક ખાવાનું આપ્યું હતું. નિવેદનના આધારે એક કેસ નોંધવામાં આવ્યો છે.'

DCP (આઉટર-નોર્થ) દેવેશ મહાલાએ જણાવ્યું હતું કે, IPCની કલમ 376 (બળાત્કારની સજા), 315 (બાળકને જીવતા જન્મતો અટકાવવાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્ય) અને આ સંબંધમાં જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ (પોક્સો) અધિનિયમ) એક્ટની કલમ 6 હેઠળ 13 જાન્યુઆરીએ FIR નોંધવામાં આવી છે.

આરોપીની ઓળખ સિરસપુરના રહેવાસી સુજીત તરીકે થઈ છે. તે અગાઉ ફરાર હતો, પરંતુ તે દિવસે પાછળથી પોલીસ ટીમો દ્વારા દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી વ્યવસાયે ડ્રાઈવર છે. તે યુવતીના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે પોલીસ હજુ પણ શોધી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, છોકરીએ બુધવારે એક છોકરાને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકના જન્મ પછી તરત જ મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું છે કે પીડિતા પોતે ખતરાથી બહાર છે, પરંતુ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp