આ તે કેવી અધમ વાસના? 85 વર્ષની મહિલા પર રેપ, બ્લેડથી હોઠ કાપી નાંખ્યા, ધરપકડ

દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જશે. આ તે કેવી અધમ વાસના અને હેવાનિયત કે 85 વર્ષના વૃદ્ધ મહિલા પર બળાત્કાર કરીને તેમના બ્લેડથી હોઠ પણ કાપી નાંખ્યા હતા. મહિલા હજુ જીવતા છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

દિલ્હીમાં એક 28 વર્ષના યુવક પર 85 વર્ષની મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે કહ્યુ કે આરોપી યુવકે બ્લેડથી વૃદ્ધ મહિલાના હોઠ કાપી નાંખ્યા હતા. પોલીસે આકાશ નામના યુવકની ધરપકડ કરી  છે. ઘટના નેતાજી સુભાષ પ્લેસ વિસ્તારની છે.

સમાચાર એજન્સી  PTIના અહેવાલ મુજબ,1 સપ્ટેમ્બરે સવારે 4 વાગ્યોનો સમય હતો અને વૃદ્ધ મહિલા તેમના ઘરમાં સુતા હતા. તે વખતે આકાશ નામનો યુવક તેમના ઘરમાં ઘુસી ગયો હતો અને મહિલા સાથે જબરદસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. આકાશે મહિલા સાથે મારપીટ પણ કરી હતી અને મોંઢા પર મુક્કા માર્યા હતા અને મહિલાનું ગળું કાપવાની પણ કોશિશ કરી હતી. મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ ગંભીર ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું છે. આકાશે વૃદ્ધ મહિલાના બ્લેડથી હોઠ પણ કાપી નાંખ્યા હતા.

દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ 1 સપ્ટેમ્બરના રોજ બપોરે મહિલાને મળવા આવ્યા પહોંચ્યા હતા. માલીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હમણાં જ 85 વર્ષીય અમ્માને તેમવા ઘરે મળી હતી. આજે સવારે એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગયો અને તેમના પર જાતીય હુમલો કર્યો. અમ્માના આંસુ રોકાઇ રહ્યા નથી. આપણી સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ છે. કોઈ સુરક્ષિત નથી. આજે તે અમ્મા છે, કાલે તમે, હું કોઈપણ હોઈ શકે છે. બેશરમીની બધી હદો પાર કરવામાં આવી છે.

આ પહેલા સ્વાતિ માલિવાલે દિલ્હી પોલીસને નોટીસ પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ જારી કરીને 5 સપ્ટેમ્બર સુધી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, શકુરપુરમાં સવારે 4 વાગ્યે 85 વર્ષના અમ્માની સાથે તેમના ઘરમાં ઘુસીને રેપ કર્યો. તેમને મળીને જ્યારે તેમના ઘા જોયા ત્યારે આત્મા પણ કાંપી ઉઠ્યો હતો. 8 મહિનાની બાળકી કે 85 વર્ષની અમ્મા, બધા જ હેવાનિયતનો શિકાર છે. પોલીસને નોટિસ જારી કરીને આરોપીની ધરપકડની માંગ કરી છે.

સ્વાતી માલિવાલે એક અન્ય ટ્વીટમા લખ્યું છે કે વૃદ્ધ મહિલાના શરીર પણ ઘણી ઇજાઓ થઇ છે. તેમના આખા શરીર પર નિશાન છે. આરોપીએ વૃદ્ધ મહિલાના બ્લેડથી હોઠ કાપી નાંખ્યા છે. તેઓ ખુબ દર્દ સહન કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.