30 વર્ષમાં ઉભું કરેલુ 3 માળનું ઘર નજર સામે જમીનદોસ્ત થયું, છતા જવાન ફરજ પર હાજર

હિમાચલ પ્રદેશથી એક વાત સામે આવી છે જે જાણીને તમને ચોક્કસ આ પોલીસ જવાનને સલામ કરવાનું મન થશે. હિમાચલ પ્રદેશમાં બનેલી લેન્ડસ્લાઇડની ઘટનામાં પોલીસ જવાનનું 3 માળનું ઘર અને નવી નક્કોર કાર આંખોના પલકારામાં જમીનદોસ્ત થઇ ગયા હતા. છતા આ પોલીસ જવાન પોતાની ફરજ પર હાજર થઇ ગયો હતો. પોતાના ગામના ઘર અને કાર મળીને કુલ 1 કરોડનું નુકશાન થયું છતા જવાને કહ્યું કે, મારો પરિવાર સહીલસામત રહ્યો એ જ મોટી વાત છે.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ટટીહ ગામમાં રહેતા, પૂર્વ સૈનિક અને અત્યારે હિમાચલ પોલીસમાં ફરજ બજાવતા અશોક ગુલરિયા રજા લઇને પોતાના ગામ આવ્યા હતા. અશોક ગુલરિયાએ કહ્યુ કે, હું અઠવાડિયા પહેલા જ રજા પર ગામમાં આવ્યો હતો. આ દરમિયાન મારી નજર સામે જમીન ધસી પડવા લાગી અને પછી મારું ત્રણ માળનું મકાન અને નવી કાર જમીન દોસ્ત થઇ ગઇ હતી.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરકાઘાટમાં, એક પૂર્વ સૈનિક અને હિમાચલ પોલીસ કોન્સ્ટેબલનું ત્રણ માળનું મકાન અને કાર 14 ઓગસ્ટે ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયા હતા.
પોલીસ જવાન અશોકે આગળ કહ્યું કે, સ્થિતિ એવી બની કે તે પોતાની કાર પણ બહાર કાઢી શક્યો નહીં.નવી કાર ઘરના પહેલા માળે શટરમાં પાર્ક કરી હતી. આ દરમિયાન સડક ધસી પડી હતી અને કારને બહાર કાઢી શકાઈ નહોતી. બાદમાં આખું ઘર પડી ગયું હતું.
અશોક કહે છે કે તેની નજર સામે તેનું ઘર તૂટી પડ્યું. તે રજા પર આવ્યો હતો. તેમનું પોસ્ટિંગ શિમલામાં છે બાદમાં તે ફરજ પર હાજર થઇ ગયા હતા. અશોક 17 વર્ષથી પોલીસ વિભાગમાં કામ કરે છે. અગાઉ તેઓ આર્મીમાં હતા અને નિવૃત્તિ બાદ પોલીસ વિભાગમાં જોડાયા હતા.બે વર્ષ પહેલાં જ તેમણે 3 માળનું ઘર બનાવ્યું હતું, જે વરસાદમાં તણખલાની માફક વેરવિખેર થઇ ગયું. અશોકના પરિવારમાં પત્ની અને 2 સંતાનો છે. અશોકના ભાઇનું ઘર પણ જોખમમાં છે.
અશોક ગુલેરિયાનીની પુત્રી પરિણીત છે અને પુત્ર ચંદીગઢમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું કે લગભગ એક કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઘરની કિંમત 80 લાખ રૂપિયા છે અને તેમાં અન્ય વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે અને દુખી હ્રદયે તેઓ આ અંગે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.જો કે અશોક ગુલેરિયાનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો સુરક્ષિત છે, તે રાહતની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp