ચૂંટણી લડવા માટે 45 વર્ષના કોંગ્રેસના નેતાએ 45 કલાકમાં લગ્ન માટે કન્યા શોધી કાઢી

PC: uptak.in

ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય પક્ષોની સાથે નેતાઓએ પણ ટિકિટ મેળવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નગરપાલિકાની ચૂંટણી માટે અનામત યાદી પણ બહાર પાડવામાં આવી છે. અનામતની યાદી જાહેર થયા બાદ ક્યાંક દુ:ખ તો ક્યાંક ખુશી છે. કોઈ નેતાનું ચૂંટણી લડવાનું સપનું ચકનાચૂર થયું છે, તો કોઈ નેતાને ચૂંટણી લડવાની તક મળી છે. પરંતુ રામપુરના એક નેતાએ નગરપાલિકાની ચૂંટણીને લઈને જે પગલું ભર્યું છે તે સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે. વાસ્તવમાં રામપુર સીટ મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી છે. આ જોતા રામપુરના એક નેતા પોતે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જોઈને લોકો કહી રહ્યા છે કે, 'આ રાજકારણ ન કરવાનું કરાવતું હોય છે.'

મ્યુનિસિપલ બોડીની અનામતે અનેક લોકોનું ચૂંટણી લડવાનું સપનું તોડી નાખ્યું હતું, પરંતુ ઘણા લોકોએ જોડ-તોડ કરીને પોતાનું સેટિંગ કરી લીધું છે. આવો જ એક કિસ્સો રામપુરમાં સામે આવ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી રામપુર નગરમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવી રહેલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મામુન શાહ ખાનના જીવનના 45 વર્ષ ક્યારે વીતી ગયા તે ખબર ન પડી, પરંતુ જ્યારે નગરપાલિકા પ્રમુખનું પદ મહિલા માટે અનામત ક્યારે આવ્યું અને પોતે જોયેલું સ્વપ્ન તૂટવા લાગ્યું હતું, પરંતુ તેનો તોડ કાઢીને તે નેતાએ આંખના પલકારામાં પોતે લગ્ન કરવા માટે કન્યાને શોધી કાઢી.

45 વર્ષના મામુન શાહ ખાને 45 કલાકમાં જ લગ્ન નક્કી કરી નાખ્યા હતા. નોમિનેશનની છેલ્લી તારીખ 17 એપ્રિલ છે, તેથી લગ્નની તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. વાસ્તવમાં, મામુન શાહ ખાને આ વખતે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ પદ માટે ચૂંટણી લડવા માટે પૂરા દિલથી તૈયારી કરી લીધી હતી, પરંતુ જ્યારે અનામતની યાદી આવી ત્યારે તેમનું સ્વપ્ન ચકનાચૂર થવા લાગ્યું, કારણ કે રામપુર નગરપાલિકાની ચૂંટણી પ્રમુખપદ મહિલા માટે અનામત થઇ ગયું હતું.

મામૂન શાહ ખાને આમાંથી એક અનોખો રસ્તો શોધી કાઢ્યો અને વિલંબ કર્યા વિના, કન્યા શોધીને, નોમિનેશનની છેલ્લી તારીખ, 17 એપ્રિલના બે દિવસ પહેલા, 15 એપ્રિલના રોજ લગ્ન નક્કી કર્યા. તેમના લગ્નના કાર્ડ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા મમૂન શાહ ખાને કહ્યું કે, નગરપાલિકાની ચૂંટણી લડવાની તૈયારી હતી, પરંતુ અનામતને કારણે બેઠક મહિલા માટે અનામત બની એટલે મજબૂરી બની ગઈ, હું સંઘર્ષ કરતો રહ્યો અને આજે પણ હું જનતાની વચ્ચે છું.

મામુન શાહ ખાને કહ્યું, 'લોકો ઇચ્છતા હતા કે હું ચૂંટણી લડું, તેથી મારે હવે લગ્ન કરવાની ફરજ પડી... મારા લગ્ન 15મીએ છે અને ઇન્શાઅલ્લાહ મારી પત્ની ચૂંટણી લડવા આવશે... કઈ પાર્ટી તરફથી લડવાનું છે તે હજુ નક્કી નથી થયું, પણ હું ચૂંટણી લડીશ એ નિશ્ચિત છે, જુઓ, લગ્ન માટે તો એવા સંજોગો ઉભા થઇ જાય છે.... એવું વાતાવરણ બની જ જાય છે.... સેવા કરવાની મારી ભાવના છે... નગરપાલિકાની આ સીટ મહિલા માટે અનામત બેઠક કરવામાં આવી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp