90 વર્ષીય મહિલા, ઘરમાં બે બલ્બ ચાલે અને લાઇટબિલ આવી ગયું 1 લાખ રૂપિયા

PC: navbharattimes.indiatimes.com

કર્ણાટકના ગામડામાં રહેતા એક 90 વર્ષના વૃદ્ધ મહિલાના ઘરે જ્યારે 1 લાખ રૂપિયાનું લાઇટબીલ આવ્યું ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા ઝુપડા જેવા ઘરમાં માત્ર બે બલ્બ ચાલે અને દર મહિને 70થી 80 રૂપિયા બિલ આવે, પણ આ વખતે એક મહિનાનું 1 લાખ રૂપિયા બિલ આવી ગયું.

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં રહેતા ગિરિજમ્મા 90 વર્ષના છે અને ટીન શેડની એક ઝુપડીમાં તેમના પુત્ર સાથે રહે છે. ઘરમાં માત્ર બે જ બલ્બ છે, પંખો પણ નથી. દરમહિને લાઇટબીલ 70થી 80 રૂપિયા આવતું હતું, પરંતુ મે મહિનાનું લાઇટબીલ 1 લાખ રૂપિયાનું આવ્યું. આ જોઇને ગિરિજમ્મા અને તેમનો પુત્ર ચિંતામાં મુકાઇ ગયા હતા.

મીડિયા રિપોર્ટસ મુજબ ગિરિજમ્મા કોપ્પલ જિલ્લાના ભાગ્યનગરની રહેવાસી છે. તેમને મે મહિનામાં ગુલબર્ગા ઇલેક્ટ્રીસિટી સપ્લાય કંપની લિમિટેડ (GESCOM) તરફથી 1.03 લાખ રૂપિયાનું લાઇટબિલ મળ્યું. મીડિયા સાથે વાતચીત કરતરા ગિરિજમ્માએ કહ્યું કે, મારો પુત્ર મજૂરી કરે છે અને ઘરમાં અમે બે જ જણ રહીએ છીએ. મને નથી ખબર કે આ બિલની રકમ હું કેવી રીતે ચૂકવીશ. ગિરિજમ્માએ મીડિયાકર્મીઓને કહ્યું કે, તમે જ મને આમાંથી બહાર કાઢવા માટે મદદ કરો.

મીડિયાકર્મીઓએ 22 જૂને વિજળી મંત્રી કે જે જ્યોર્જને આ બાબતે સવાલ કર્યો હતો, તો વિજળી મંત્રીએ કહ્યું કે જે બિલ એમને મળ્યું છે તેમાં મીટરમાં ગરબડી હતી એટલે રકમ ખોટી આવી ગઇ છે. તેમણે એ બિલ ભરવાની જરૂર નથી. મંત્રીના નિવેદન પર GESCOMના ચીફ એન્જિનિયર ગિરજમ્માના ઘરે ગયા હતા અને તપાસ કરી હતી. એન્જિનિયરે કહ્યું કે  વિજળીના મીટરમાં ટેકનિકલ ખામી હતી અને સ્ટાફ અને બિલ કલેકટરની ભૂલને કારણે ખોટું બિલ મોકલાઇ ગયું હતું.

જાણવા મળેલી માહિતી મુજબ , વૃદ્ધ મહિલાએ 'ભાગ્ય જ્યોતિ' યોજના હેઠળ વીજળીનું જોડાણ મેળવ્યું હતું, જેનો હેતુ ઝૂંપડપટ્ટીમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઓછા ખર્ચે વીજળી આપવાનો છે.

કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગૃહ જ્યોતિ યોજના હેઠળ 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. પરંતુ, મે મહિનાથી કેટલાક વધારાના ચાર્જ પણ ઉમેરવામાં આવ્યા છે અને જૂનથી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 2.89નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો પહેલાથી જ ઉંચા વીજ બિલની ફરિયાદ કરી રહ્યા છે. મફત વિજળી વાળી સ્કીમ આ મહિનાથી લાગૂ કરવાં આવી છે જેની અસર આવતા મહિનાના બિલમાં જોવા મળશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp