26th January selfie contest

બ્રિજ તૂટી પડ્યો, સામાન ભરેલી ટ્રક આવી રીતે લટકી ગઈ

PC: prabhatkhabar.com

દરભંગા શહેરથી લગભગ 65 કિલોમીટર દૂર કમલા નદી પરનો પુલ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. જ્યારે માલસામાન ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પુલ કડાકા સાથે તૂટી ગયો હતો અને ટ્રક પુરી રીતે નદીમાં જવાને બદલે, ટ્રક પણ પુલ અને નદીની વચ્ચે હવામાં લટકતો જોવા મળ્યો હતો. આ સમાચાર ફેલાતાની સાથે જ સેંકડો લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ ઘટના જિલ્લાના કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રાજઘાટ મુખ્ય માર્ગના સોહરવા ઘાટ પર બની હતી. સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, પુલ પરથી પસાર થતી વખતે, બે બાઇક સવારોને ચોક્કસપણે નાના-મોટા ઘસરકા લાગ્યા હતા.

એવું કહેવામાં આવ્યું હતું કે, આ બ્રિજ માત્ર 4 જિલ્લાઓને જોડતો નથી, પરંતુ લગભગ 10 પંચાયતોને જોડવાનો આ એકમાત્ર રસ્તો હતો.

સ્થાનિક રહેવાસી ત્રિભુવન કુમારે જણાવ્યું કે, વર્ષ 2021માં CM નીતિશ કુમારે અહીં એક નવા પુલની જાહેરાત કરી હતી, જેનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જૂના બ્રિજને મજબુત બનાવી નવો બ્રિજ બનાવવાનો હતો. પરંતુ ન તો જૂના બ્રિજને મજબુત બનાવાયો કે ન તો નવા બ્રિજનું બાંધકામ શરૂ થયું.

જ્યારે, આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, આ પુલ ચાર જિલ્લાઓને જોડતો હતો અને ઘણી પંચાયતોના લોકોને તેનો લાભ મળી રહ્યો હતો. લોકોનું કહેવું છે કે આ કડકડતી ઠંડીમાં લોકો બીમાર પડી રહ્યા છે. આ સિવાય 10 પંચાયતોમાં વૃદ્ધ અને ગર્ભવતી મહિલાઓ છે. આ પુલ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓએ માંગણી કરી છે કે કમલા નદી પર ધારાશાયી પુલ પાસે વહેલી તકે ડાયવર્ઝન બનાવવામાં આવે જેથી વાહનવ્યવહાર તાત્કાલિક પૂર્વવત થાય. આ સાથે સંબંધિત વિભાગના જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.

ભૂતકાળમાં, બિહારના બેગુસરાયમાં ગંડક નદી પર લગભગ 14 કરોડના ખર્ચે બનેલો પુલ તેના ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગયો હતો. આ દુર્ઘટના બાદ CM નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં ગંડક નદી પર 206 મીટર લાંબો પુલ મુખ્યમંત્રી નાબાર્ડ યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો.

નાણાકીય વર્ષ 2012-13માં મંજૂર થયેલા આ પુલનું નિર્માણ કાર્ય 23 ફેબ્રુઆરી 2016ના રોજ શરૂ થયું હતું. આ પુલ 22 ઓગસ્ટ, 2017ના રોજ 1343.32 લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયો હતો. બ્રિજનું બાંધકામ દોઢ વર્ષમાં પૂર્ણ થયું હતું. જોકે એપ્રોચ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp