મુશળધાર વરસાદથી હિમાચલમાં હાહાકાર, મંડીમાં વહી ગયો 40 વર્ષ જૂનો પુલ, જુઓ વીડિયો

PC: aajtak.in

આખા દેશમાં મોનસૂનના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. સતત પડી રહેલા વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઘણા રાજ્યો માટે સતત વરસી રહેલો વરસાદ આફત બનીને આવ્યો છે. મંડીમાં બંજાર ઔટ બાઈપાસને ઔટ સાથે જોડનારો 40 વર્ષ જૂનો પુલ વ્યાસ નદીના ઉફાનમાં વહી ગયો. પુલ નદીમાં વહેવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પુલ સેકંડોમાં અંદર જ પાણીના વહેણમાં વહેતો નજરે પડી રહ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અત્યારે 2 દિવસ મુશળધાર વરસાદ થશે.

આ રાજ્યો પહેલાથી જ વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કુલ્લૂમાં વ્યાસ નદી બેઉ કાંઠે વહેવાના કારણે ચંડીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-3નો એક હિસ્સો વહી ગયો. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ વરસાદના કારણે ભૂસ્ખલનની તસવીરો સામે આવી છે. એવામાં હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન પર્વતીય રાજ્યોની મુશ્કેલી વધુ વધારી શકે છે. હાલમાં ત્રણેય રાજ્યોમાં પ્રશાસન હાઇ-એલર્ટ પર છે. ભારે વરસાદના કારણે મનાલી અને કુલ્લૂ વચ્ચે ઘણી જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે.

તેના કારણે કુલ્લૂ-મનાલી અને મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ વચ્ચેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે આખું કુલ્લૂ અને મનાલી પાણીમાં ડૂબેલું નજરે પડી રહ્યું છે. અહીંની નદીઓ અને નાળા ઉફાન પર છે. સરકારે રાજ્યની બધી શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ આગામી 10 અને 11 જુલાઇના રોજ બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે 5 લોકોના મોત થવાના સમાચાર પણ સામે આવ્યા છે.

શનિ મંદિર ઔટ પાસે ભૂસ્ખલન અને પર્વતોથી પથ્થર સરકરવા કારણે મંડી-કુલ્લૂ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનના કારણે કટૌલ થતા મંડી-કુલ્લૂ માર્ગ પણ બંધ થઈ ગયો છે. પંડોહ-ગોહર-ચેલચોક-બગ્ગી-સુંદરનગર રોડ ખુલ્લા છે, પરંતુ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધિત છે. હિમાચલ પ્રદેશના મંડી બજાર ઔટ બાઈપાસને ઔટ સાથે જોડતો 40 વર્ષ જૂનો પુલ વ્યાસ નદીના ઉફાનમાં વહી ગયો, તેનાથી ખૂબ નુકસાન થયું છે. સાથે જ હવામાન ખરાબ હોવાના કારણે અમરનાથ યાત્રા પર સતત ત્રીજા દિવસે રોક લગાવી દેવામાં આવી છે.

તેના કારણે 6,000 અમરનાથ યાત્રી રામબન પાસે ફસાઈ ગયા છે. જમ્મુ પૂંછમાં સેનાના 2 જવાન પોશાના નદીમાં વહી ગયા. હાલમાં તેમના માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તો તાવી નદીમાં જળસ્તર વધી ગયું છે. નેશનલ હાઇવે-44 હાલમાં બંધ છે. તો ઉત્તરાખંડના છિનકા પાસે ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો અને કુમાઉ મંડળમાં ચંપાવતમાં નેશનલ હાઇવે-9 બંધ થઈ ગયો.

પર્વતીય રાજ્યો સિવાય, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આગામી 2 દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. હવામાન વિભાગ મુજબ, વર્ષ 1982 બાદથી જુલાઈમાં એક દિવસમાં સૌથી વધુ 153 મિમી વરસાદ થયો છે. આ અગાઉ 25 જુલાઇ 1982ના રોજ 169.9 મિમી વરસાદ નોંધાયો હતો.

વર્ષ 2003માં 24 કલાકમાં 133.4 મિમી વરસાદ થયો હતો. તો વર્ષ 2013માં દિલ્હીમાં 123.4 મિમી વરસાદ થયો. તો વરસાદનો સિલસિલો અત્યારે થોભ્યો નથી. પંજાબમાં વરસાદે ખૂબ હાહાકાર મચાવ્યો છે. અહીં ઘણા મુખ્ય શહેરોના રસ્તા વરસાદના પાણીથી ભરાઈ ગયા છે. ચંડીગઢના ડેરા બસ્સીમાં સતત વરસાદ બાદ સ્થિત એક ખાનગી હાઉસિંગ કોલોનીમાં પુર જેવી સ્થિતિ થઈ ગઈ છે. અહીં ગાડીઓ પાણીમાં ડૂબેલી નજરે પડી રહી છે, સોસાયટીમાં નાવ ચલાવવી પડી રહી છે. તો મોહાલીના ખરડ વિસ્તારમાં એક ઘર વરસાદના કારણે પડી ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp