ધૂળેટીના દિવસે જ ધ્વસ્ત થઈ 5 માળની ઇમારત, જુઓ વીડિયો

PC: twitter.com/ANI

દિલ્હીમાં હોળીના તહેવારના દિવસે મોટો અકસ્માત થઈ ગયો. ભજનપુરા વિસ્તારમાં એક 5 માળની ઇમરાત ધ્વસ્ત થઈને રોડ તરફ પડી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થવાની જાણકારી મળી નથી. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ઇમારતના કાટમાળ નીચે કોઈ દબાયેલું તો નથી? હાલમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગ પડવા પહેલા જ આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

સાથે જ રોડ પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 5 માળની ઇમારત થોડી જ સેકન્ડોમાં કઈ રીતે ધ્વસ્ત થઈ જાય છે. આખી ઇમારતને પડવામાં માત્ર 29 સેકન્ડનો સમય લાગે છે. ઇમારત પડતી જોઈને ઉપસ્થિત લોકો પણ આમ તેમ ભાગવા લાગે છે. આ અકસ્માતના કારણે આસપાસની દુકાનો અને ઘર ઝપેટમાં આવી ગયા છે. જો કે, આ અકસ્માતમાં કોઈ પણ જાનમાલનું નુકસાન થવાના સમાચાર નથી. કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે.

દિલ્હી પોલીસ તરફથી આ અકસ્માતમાં થનારા નુકસાન લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન પણ આવ્યું નથી. બિલ્ડિંગના સ્વામી મલિકના પુત્રોએ જણાવ્યું કે, પૂર્વમાં એક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હતી અને બિલ્ડિંગ નબળી થઈ ગઈ હતી.

આ કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. આ લોકોએ જોયું કે બિલ્ડિંગની ટાઇલ્સ અને સિમેન્ટ પડી રહી છે, સમય રહેતા અમારી સામે જ વસ્તુ આવી ગઈ. આ કારણે આજે મોટો અકસ્માત થતા બચી ગયો, કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. માત્ર બિલ્ડિંગ ડેમેજ થઈ છે.

દિલ્હીના ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, વિજય પાર્કમાં ઇમારત પડવાના સંબંધમાં કોલ બપોરે 3:05 વાગ્યે મળ્યો. ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી. આ અગાઉ દિલ્હી દેહાંતના નજફગઢ એરિયામાં એક 3 માળની ઈમારતનો ઉપરનો હિસ્સો એવી જ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. ઘટના બાદ આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના બાદ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp