હીરાબાને લઇને PM પર અશોભનીય ટિપ્પણી કરનાર કાર્ટૂનિસ્ટ વિરૂદ્ધ કેસ નોંધાયો

PC: thenorthlines.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના દિવંગત માતા હિરા બાને લઇને વિવાદિત ટિપ્પણી કરવા મુદ્દે મધ્ય પ્રદેશના એક કાર્ટૂનિસ્ટ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. આરોપ છે કે, કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ કેસ કર્યો છે.

યુવા મોર્ચાના કાર્યકર્તાઓનું કહેવું છે કે, દેશના સૌથી મોટા પદ પર બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાજીનું થોડા દિવસો પહેલા અમદાવાદની એક હોસ્પિટલમાં દેહાંત થયું હતું. પણ તેમ છતાં સોશિયલ મીડિયા પર આ વિશેની ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે. કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કાર્ટૂનિસ્ટ હેમંત માલવિય વિરૂદ્ધ કલમ 188માં કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના અધ્યક્ષ સૌગાત મિશ્રાએ ફરિયાદ કરતા કહ્યું છે કે, આવા સમયમાં કે જ્યારે કોઇના ઘરમાં દુખનો માહોલ છે અને તે પણ દેશના વડાપ્રધાને ત્યાં, તેમ છતાં પણ અમુક લોકો દેશનું સૌહાર્દ બગાડવાની સંપૂર્ણ કોશિશ કરે છે. હેમંત માલવિય પહેલા પણ પોતાના કાર્ટૂનના માધ્યમથી લોકો વિરૂદ્ધ ટિપ્પણી કરતો આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ કલમ 188માં હેમંત માલવીય વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયએ શુક્રવારના રોજ લગભગ 5.14 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના દેહાવસાન બાદ એક પોસ્ટ શેર કરી હતી. કેટલાક લોકોએ ફેસબુક પર લખેલી આ પોસ્ટ પર કોમેન્ટ પણ લખી હતી, પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા આ આખા મુદ્દાને ગંભીરતાથી લેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ મથકના પ્રભારી તહજીબ કાઝીએ કહ્યું હતું કે, યુવા મોર્ચાના કાર્યકર્તા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તેમની ફરિયાદ હતી કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ જો આ પ્રકારના અમુક લોકો સોશિયલ મીડિયા પર કંઇ પણ ખોટી વાતો લખશે તો આ વાતને યુવા મોર્ચાના કાર્યકર્તાઓ દ્વારા ક્યારેય પણ સહન કરવામાં આવશે નહીં અને તેની સાથે સાથે જ કાર્ટૂનિસ્ટ હેમંત માલવીય વિરૂદ્ધ કલમ 188 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp