આ લોકોને જરા પણ શરમ નથી, કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં મહિલાએ ઉડાવી નોટો, વીડિયો

PC: indiatv.in

કેદારનાથના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હોય છે. જેવા કે, ભક્તો દર્શન માટે જાય છે, ત્યારે તેઓ વીડિયો શૂટ કરે છે અને તેને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરે છે. હાલમાં કેદારનાથમાં સ્થાપિત સોનાની પ્લેટોને લઈને વાતાવરણ ગરમાયું હતું કે હવે વધુ એક નવો હંગામો ઉભો થયો છે. આ ઘટના ભગવાન કેદારનાથ મંદિરની ગુપ્તતા પર પણ સવાલો ઉભા કરી રહી છે.

ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક મહિલાએ ગર્ભગૃહમાં જઈને બાબાના શિવલિંગ પર નોટો ઉડાવી હતી અને તીર્થધામના પૂજારી દ્વારા પૂજા પણ કરવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. કેદારનાથ ધામના પવિત્ર ગર્ભગૃહમાં એક મહિલાએ ડિસ્કો બારની જેમ નોટો ઉડાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મહિલા વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા તેમજ મંદિર સમિતિના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યારે મહિલા ગર્ભગૃહમાં પૈસા ઉડાવી રહી હતી ત્યારે કેટલાક તીર્થધામના પુજારીઓ તેની સાથે હતા. જેઓ મહિલાને આમ કરતા રોકતા ન હતા. ઊલટાનું તીર્થધામના પૂજારીઓ મંત્રનું ઉચ્ચારણ કરતા રહ્યા.

આ ઘટના પછી તરત જ, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે એક પત્ર બહાર પાડીને કહ્યું હતું કે, તેમણે આ અંગે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. તેમણે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે. તેમણે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાત કરી અને તેમને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જેથી આવું કરવાની તેને સજા મળી શકે.

અહીં તમને જણાવી દઈએ કે, એક પૂજારીએ ગર્ભગૃહમાં સોનાના પડનું પિત્તળમાં બદલાઈ જવા અંગે નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પૂજારીએ કહ્યું હતું કે, બાબાના ધામમાં સોનાનું જે પડ લગાવવામાં આવ્યું હતું તે પિત્તળમાં ફેરવાઈ ગયું છે. ત્યાર પછીથી સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp