ગામડાની છોકરીએ કલેક્ટરને ફોન કર્યો, સાહેબ મારો મોબાઇલ 1 વર્ષથી ખોવાયો છે પછી...

PC: aajtak.in

ગામડાની એક છોકરીએ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને કહ્યુ કે, સાહેબ, મારો ફોન એક વર્ષથી ગુમ થઇ ગયો છે જેને કારણે મને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે,ગામડાની છોકરી જે આત્મવિશ્વાસથી વાત કરી હતી તે જોઇને કલેક્ટર પ્રભાવિત થયા હતા અને તેણીને કેટલાંક સવાલો પુછ્યા હતા. એ પછી કલેક્ટરે છોકરીને ઓફિસે બોલાવાની એક ગિફ્ટ આપી હતી જે છોકરીને ભણવામાં કામ લાગે તેવી હતી.

મધ્ય પ્રદેશમાં નવા રચાયેલા મઉગંજ જિલ્લાના કલેક્ટર અજય શ્રીવાસ્તવને એક છોકરીએ સવારના 8 વાગ્યે પોતાની સમસ્યા સંભળાવવા માટે ફોન ઘુમાવી દીધો હતો. છોકરીએ કહ્યું કે, સર, હું રિચા બોલી રહી છું. મારો મોબાઇલ ગુમ થઇ ગયો છે જેને કારણે મને ભણવામાં ખાસ્સી મુશ્કેલી વેઠવી પડે છે.

રિચાએ આગળ કહ્યુ કે, હું 12મા ધોરણમાં ભણું છુ, એક વર્ષ પહેલાં મારો મોબાઇલ ચોરી થઇ ગયો હતો અને હું અત્યારે ભણી શકતી નથી.

ગામડાની છોકરીના વાત સાંભળીને કલેક્ટર ચોંકી ગયા હતા. એ પછી કલેક્ટરે રિચાને પુછ્યું કે મોબાઇલનું શું કરશે? રિચાએ જવાબ આપ્યો, મોબાઇલ મારા શિક્ષણ માટે જરૂરી છે. કલેક્ટરે આગળ પુછ્યું કે ધોરણ 10 અને 11માં કેટલાં માર્ક્સ આવેલા? રિચાએ કહ્યું કે 82 ટકા. કલેક્ટરે આગળ પુછ્યું કે આગળ શું કરવા માંગે છે? તો રિચાએ કહ્યું કે UPSCની તૈયારી.

રિચા સાથેની ફોન પર વાતચીતમાં કલેક્ટર અજય શ્રીવાસ્તવને છોકરીમાં આત્મવિશ્વાસ દેખાયો. તેમણે રિચાને પોતાની ઓફિસે બોલાવીને એક નવો મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો. સાથે કલેક્ટરે રિચાને સમજ પાડી હતી કે મોબાઇલનો ઉપયોગ માત્ર ભણવા માટે જ કરવો, ખોટો ઉપયોગ કરવો નહીં.

કલેક્ટર અજય શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, એક વિદ્યાર્થીનીએ પોતાની સમસ્યા જણાવતા સમયે જરાયે ખચકાટ અનુભવ્યો નહોતો. તેનો ગજબનો આત્મવિશ્વાસ હતો, જે મને સારો લાગ્યો એટલે મેં તેને મોબાઇલ ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું.

જાણવા મળેલી વિગત મુજબ 12મા ધોરણમાં અભ્યાસ કરતી રિચા તિવારી મધ્ય પ્રદેશના એક નાનકડા ગામ જમુઇની છે. ગરીબ પરિવારમાંથી આવતી રિચાનો મોબાઇલ 12 મે 2022ના દિવસે ચોરી થઇ ગયો હતો. મોબાઇલ ચોરી થવાને કારણે તેને અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી. તેણે કલેક્ટરનો ફોન નંબર મેળવ્યો અને બીજા પાસેથી મોબાઇલની મદદ માંગીને કલેક્ટરને બેધડક ફોન કરી દીધો હતો. રિચાએ ક્હયું કે, મોબાઇલનો ઉપયોગ તે નોટ્સ તૈયાર કરવા માટે કરશે.

મઉગંજ જિલ્લો હમણાં જ અસ્તિત્તવમાં આવ્યો છે અને 15 ઓગસ્ટથી કલેક્ટરે ઓફિસમાં બેસવાનું ચાલું કર્યું છે. આ જિલ્લાના પહેલાં કલેક્ટર તરીકે અજય શ્રીવાસ્તવની નિમણુંક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp