જાનમાં 50થી વધારે લોકો નહીં અને આટલા જ પકવાન, સંસદમાં બિલ રજૂ થયુ

PC: ipleaders.in

કોઇ પણ પરિવાર માટે દીકરા કે દીકરાના લગ્નનો પ્રસંગ ખુબ જ મહત્ત્વ ધરાવે છે અને દરેક પરિવાર ઇચ્છે છે કે તેમના સંતાનોના ધામધૂમથી લગ્ન થાય. પરંતુ એવું ઘણી વખત જોવા મળે છે કે બીજાની દેખાદેખીમાં એવા પરિવારો પણ લગ્નમાં આંધળુકિયા કરે છે, જેમની મોટો ખર્ચ કરવાની ક્ષમતા હોતી નથી. સમાજમાં નામ ઉંચુ રાખવા પછી પરિવાર લોન કે લોકો પાસેથી ઉછીના લઇને પછી ખુંવાર થઇ જાય છે. લગ્નોમાં થતા બિનજરૂરી ખર્ચા રોકવા માટે કોંગ્રેસના એક સાંસદે સંસદમાં બિલ રજૂ કર્યું છે. લગ્નમાં ખર્ચા ઘટાડવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

પંજાબના ખડુર સાહિબથી કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગીલે સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ રર્જૂ કર્યું છે જે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ પર અંકુશ મુકવાના આશયથી રજૂ કરવામાં આવ્યું. શુક્રવાર, 4 ઓગસ્ટે સંસદમાં રજૂ થયેલા આ બિલમાં વરઘોડા કે જાનમાં માત્ર 50 લોકોને જ બોલાવી શકે જેવા નિયમો લાગૂ કરવાની વાત કહેવામાં આવી છે.

આ બિલને Prevention of Wasteful Expenditure on Special Occasions Bill નામ આપવામાં આવ્યું છે. મતલબ કે ખાસ અવસર પર થતા ખોટા ખર્ચા રોકવા માટેનું બિલ. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન દરમિયાન જાનમાં માત્ર 50 લોકોને જ બોલાવી શકાશે, 10થી વધારે મિઠાઇઓ ન રાખી શકાશે અને શગૂન તરીકે 2500 રૂપિયાથી વધારે રકમ આપી શકાશે નહી.

સંસદમાં રજૂ કરવામાં આવેલું આ બિલ શુભપ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગો દરમિયાન બિનજરૂરી ખર્ચોને ઘટાડવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલમાં અનેક જોગવાઇઓ રજૂ કરવામાં આવી છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે લગ્નમાં લેવાને બદલે ગરીબો, જરૂરિયાત મંદ લોકો, અનાથ અને સમાજના નબળા વર્ગના લોકોને આ રકમ દાનમાં આપવી જોઇએ.

સાંસદે પોતે કહ્યું કે લગ્ન પર થતા ખર્ચને રોકવા માટે આ બિલ લાવવાની જરૂર કેમ પડી. તેમણે કહ્યું કે તેનો હેતુ લગ્નોમાં ખોટા ખર્ચા કરવાની સંસ્કૃતિને ખતમ કરવાનો છે કારણ કે તે છોકરીના પરિવાર પર ઘણો બોજ નાખે છે. તેમણે કહ્યું, મને એવી ઘણી ઘટનાઓ વિશે જાણવા મળ્યું જેમાં લોકોએ પોતાની જમીન અને ઘર વેચવું પડ્યું હતું અથવા તેમની દીકરીઓના લગ્ન માટે બેંકોમાંથી લોન લેવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp