ડાન્સર ઉપર કોંગ્રેસના નેતાએ કર્યો નોટોનો વરસાદ, વીડિયો વાયરલ થતા હોબાળો

PC: twitter.com/v_for_vedanta

કર્ણાટકમાં એક લગ્ન સમારોહ દરમિયાન મહિલા ડાન્સર સાથે કોંગ્રેસના નેતાએ ખૂબ ઠુમકા લગાવ્યા, તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોંગ્રેસ નેતા મહિલા ડાન્સર પર નોટોનો વરસાદ કરતા નજરે પડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ નેતા શિવશંકર હમ્પન્નાનો આ પ્રકારનો વીડિયો સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) હુમલાવર થઈ ગઈ છે. ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે, આ કોંગ્રેસને સંસ્કૃતિ દર્શાવે છે.

હુબલીથી કોંગ્રેસના નેતા શિવશંકર હમ્પન્ના એક લગ્ન સમારોહમાં મહિલા ડાન્સર સાથે ખૂબ ઠુમકા લગાવી રહ્યા છે. સાથે જ મહિલા પર નોટ ફેકી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ધારવાડ જિલ્લામાં એક લગ્ન સમારોહન પીઠી સમારોહ દરમિયાનનો છે. વીડિયો જોઈ શકાય છે કે, કોંગ્રેસના નેતા હમ્પન્ના એક લોકરપ્રિય કન્નડ સોંગ પર મહિલા સાથે ડાન્સ કરે છે અને નોટ ઉડાવાતો નજરે પડી રહ્યા છે. જ્યારે આ દરમિયાન તેના સમર્થક નેતાનો ઉત્સાહ વધારી રહ્યા છે.

કર્ણાટકના ભાજપના મહાસચિવ મહેશ તેંગિકાઈએ તેને મહિલા પ્રત્યે અપમાનજનક બતાવ્યું. તેમણે કહ્યું કે, આ ઘટના ખૂબ જ શરમજનક છે. હું તેને ખરાબ હરકત કહીશ કે એક છોકરી નાચી રહી છે અને તેના પર પૈસા ફેકવામાં આવી રહ્યા છે. આ લોકો પૈસાનું મૂલ્ય જાણતા નથી. આ પ્રકારના ઉદાહરણ દેખાડે છે કે કોંગ્રેસની સંસ્કૃતિ શું છે? કોંગ્રેસે તેના પર ધ્યાન આપવું જોઈએ અને તેમના નેતાએ માફી માગવી જોઈએ. ભાજપે કહ્યું કે, કોંગ્રેસના નેતાનો આ પ્રકારનો વ્યવહાર ખોટો છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચૂંટણી નજીક છે. કોંગ્રેસ પોતાની હકીકત દેખાડી રહી છે.

તો ભાજપના પ્રવક્તા રવિ નાઇકે પણ કોંગ્રેસ પર નિશાનો સાધ્યો છે અને કહ્યું કે, તેઓ આ છોકરીઓને શું સન્માન આપી રહ્યા છે. આ મારો એકમાત્ર સવાલ છે. એમ લાગે છે કે આ એક એવી સંસ્કૃતિ છે જે માત્ર કોંગ્રેસ પાસે છે કેમ કે લગ્નની જગ્યાએ છોકરીઓ પર પૈસા ફેકવાની સંસ્કૃતિ છે. માત્ર કોંગ્રેસ જ સમજાવી શકે છે. એક રાજનૈતિક પાર્ટીના નેતાનો આ પ્રકારે વ્યવહાર કરવો ચૂંટણી નજીક આવવા સાથે એકદમ ખોટો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તાત્કાલિક માફી માગવી જોઈએ. જો કે, આ વીડિયો પર અત્યાર સુધી કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp