
સોશિયલ મીડિયા પર રોજના કોઈને કોઈ વીડિયોઝ વાયરલ થતા રહે છે. ઉત્તર પ્રદેશના લખનૌથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાંક લોકોએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અસલમાં હજરતગંજમં સ્કૂટી પર રોમાન્સનો વીડિયો વાયરલ થયા પછી હવે કારની અંદર સનરૂફમાંથી બહાર નીકળીને રોમાન્સ કરતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશના લખનૌથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પ્રેમી કપલ કારની અંદર સનરૂફ ખોલીને ઊભા રહેલા જોવા મળે છે. આ દરમિયાન બંને એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આ બધા દરમિયાન કારની સ્પીડ ઘણી વધારે હોવાની દેખાય છે. જ્યારે કપલની હરકતનો વીડિયો પાછળથી કોઈએ બનાવીને વાયરલ કરી દીધો છે. આ વીડિયોના વાયરલ થવા પછી ઘણા પ્રકારની સવાલો ઊભા થયેલા જોવા મળ્યા છે.
सुना था इश्क़ में ठंड नही लगती, अब देख भी लिया। लखनऊ में स्कूटर पर इश्क की अपार सफलता के बाद लोहिया पथ पर कार के सनरूफ पर इश्क का विहंगम दृश्य। बोले तो लखनऊ तहज़ीब की वाट ही लगी हुई है..!!#AmaJaneDo 😜 pic.twitter.com/ZuA0O5vqdl
— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) January 23, 2023
એક ટ્વિટર યુઝરે લખ્યું છે હજરતગંજમાં સ્કૂટી પર રોમાન્સની અપાર સફળતા પછી હવે કારનું સનરૂફ ખોલીને લોહિયા પથના રસ્તાઓ પર રોમાન્સ... વાહ લખનવી તહેઝીબ ભૂલીને તમાશાની પરંપરાને વધારવામાં આ કપલની કોઈ જોડ નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- મારી મરજી, ભાડમાં જાય દુનિયા. આ તે વિચારવાળી પેઢી છે. પરિણામ જે પણ હોય ચર્ચામાં રહેવાનું. સ્કૂટી પછી કારમાં રોમાન્સ. વાહનોની જલન અને મચલન સ્વાભાવિક છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે- બાઈક પછી કારમાં ખુલ્લમ ખુલ્લા પ્રેમ, લખનૌના રસ્તાઓનો હાલ જોઈ લો.
जब इस तरह सार्वजनिक प्रेम का प्रदर्शन करने को आधुनिकता समझ लिया जाए जब लड़कियों के शराब पीने गाली देने को महिला सशक्तिकरण समझ लिया जाए तो किसी भी शहर या देश के तहजीब की धज्जियां उड़ जाती हैं
— Vaibhav Singh (@Vaibhavsingh008) January 23, 2023
અમુક લોકોએ આ વીડિયોનો મજાક ઉડાવતા પણ કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે મજાકના અંદાજમાં લખ્યું છે- સાંભળ્યું હતું કે ઈશ્કમાં ઠંડી નથી લાગતી, પરંતુ આજે જોઈ પણ લીધું. લખનૌમાં સ્કૂટર પર ઈશ્કની સવારીને મળેલી અપાર સફળતા પછી હવે લોહિયા પથ પર કારના સનરુફને ખોલીને ઈશ્કના જોવા મળેલા દ્રશ્યો. બોલે તો લખનૌના તેહઝીબની વાટ લાગી ગઈ છે. થોડાં દિવસો પહેલા જ લખનૌ શહેરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્કૂટી પર કપલ સવાર હતું અને છોકરી છોકરાના ખોળામાં બેઠેલી હતી અને તેઓ ચાલુ ગાડીએ કિસ કરતા જોવા મળ્યા હતા. આ મામલામાં છોકરા પર હેલમેટ નહીં પહેરવા અને અશ્લીલતા ફેલાવવાનો કેસ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp