પિયર આવેલી દીકરી માતા માટે દુબઈથી લાવી 10 કિલો ટામેટા

PC: telanganatoday.com

દેશભરમાં ટામેટાની કિંમતોએ લોકોને પરેશાનીમાં મૂક્યા છે. ટામેટાના ભાવ હજુ પણ મોંઘા છે. અમુક રાજ્યોમાં ટામેટાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. જેની અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. ટામેટાના વધતા ભાવની વચ્ચે એક નવો કિસ્સો સામે આવ્યો છે. દુબઈમાં રહેનારી એક દીકરી તેની માટે 10 કિલો ટામેટા સૂટકેસમાં લઈને આવી.

રેવ્સ નામના ટ્વીટર હેન્ડલથી આ સ્ટોરી શેર કરવામાં આવી છે. ટ્વીટર યૂઝરે લખ્યું, મારી બહેન તેના બાળકો સાથે ગરમીની રજા માટે દુબઈથી ભારત આવી રહી હતી. તેણે માતાને પૂછ્યું કે દુબઈથી તારા માટે શું લઈને આવ, જેના પર માતાએ કહ્યું કે 10 કિલો ટામેટા લેતી આવજે અને મારી બહેન બેગભરીને એક કિલો ટામેટા લઈને આવી.

ટ્વીટર યૂઝરે લખ્યું કે, અમારો પરિવાર મોટી માત્રામાં ટામેટાનો ઉપયોગ કરે છે. માટે દુબઈથી આવેલા આ ટામેટાની ચટણી અને અન્ય વાનગીઓ બનશે. આ ટ્વીટને અત્યાર સુધીમાં 54000થી વધારે વાર જોવામાં આવી છે અને 700થી વધારે લાઈક્સ મળી ચૂકી છે.

આ સ્ટોરીને વાંચ્યા પછી લોકોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યૂઝરે લખ્યું, શું તમારી બહેન મોંઘી વસ્તુ લાવવાના ચક્કરમાં એરપોર્ટ પર પકડાઈ તો નથી ને.

ટામેટાની વધતી કિંમતોને લઈ મહારાષ્ટ્રના પૂણેના એક ખેડૂતે તમામ મુશ્કેલીઓનો સામનો કરતા માત્ર એક મહિનાથી વધુ સમયમાં કરોડપતિ બની ગયો છે.

પુણેના જુન્નાર તાલુકાના પચઘર ગામના 36 વર્ષીય ઈશ્વર ગાયકરની આ સ્ટોરી છે. મે મહિનામાં ટામેટાની કિંમતોમાં ભારે ઘટાડાને લીધે ખેડૂતે મોટા જથ્થામાં ટામેટાનો પાક નષ્ટ કરવો પડ્યો હતો. આ નિષ્ફળતાથી ગભરાયા વિના તેણે પોતાના 12 એકરના ખેતરમાં ટામેટાની ખેતી ચાલુ રાખી.

હવે ટામેટાની આકાશે આંબેલી કિંમતોની વચ્ચે ખેડૂત ઈશ્વર ગાયકરને તેની મહેનતનું પરિણામ મળ્યું છે. જેનાથી તે કરોડપતિ બની ગયા છે. કારણ કે તેણે દાવો કર્યો છે કે તેણે 11 જૂનથી 18 જુલાઈની વચ્ચે પોતાના પાકના વેચાણના માધ્યમથી 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp