કોર્ટે દંડ ફટકાર્યાના બીજા જ દિવસે કેજરીવાલે ફરી PM મોદી પાસે ડિગ્રીની માગ કરી

PC: deccanherald.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી  વિશે કોર્ટ અરજી દાખલ કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર કોર્ટે તાજેતરમાં જ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હવે ફરી એકવાર અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પાછુ PMની ડિગ્રી વિશે પુછ્યું છે. CM કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, કોઇનું ઓછું ભણવું અને અભણ હોવું એ ગુનો નથી કે પાપ નથી. આ જાણકારી મેં કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના PM માટે શિક્ષિત હોવું જરૂરી છે, પરંતુ PM તરફથી આવા નિવેદનો આવે છે કે જેમ ગટરમાં ગેસ નીકળે છે, તો તેમાંથી ચા બનાવી શકાય છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,ગુજરાત હાઈકોર્ટે ગઇ કાલે આદેશ આપ્યો હતો કે લોકો PMનીશૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવી શકતા નથી. આનાથી દેશ સ્તબ્ધ છે. કોઈ વ્યક્તિ શિક્ષિત કે અભણ હોય તે ગુનો નથી. આપણા દેશમાં ગરીબી છે, ઘરની પરિસ્થિતિને કારણે લોકો અભ્યાસ કરી શકતા નથી. દેશ આઝાદ થયાને 75 વર્ષ થઈ ગયા છે, આજે લોકો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આજના યુવાનો ઝડપથી વિકાસ કરવા માંગે છે.

આજના યુવાનો ઝડપથી પ્રગતિ કરવા માંગે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન શિક્ષિત હોય તે જરૂરી છે. આપણે જ્યારે દરરોજ પ્રધાનમંત્રીના એવા નિવેદનો જોઈએ છીએ જે દેશને ખલેલ પહોંચાડે છે. તેમનું નિવેદન આવ્યું કે ડ્રેઇન ગેસમાંથી ચા બનાવી શકાય છે, રડાર વાદળોની પાછળના વિમાનને પકડી શકશે નહીં.  કોઇ શિક્ષિત વ્યક્તિ હોય તો આવી વાત ન કરે. એવું લાગે છે કે વિજ્ઞાન વિશેની તેમની જાણકારી ઘણી ઓછી છે.

કેનેડામાં તેમણે a+b વિશે શું કહ્યું તે બધાએ જોયું, તેમણે બાળકોને કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ કંઈ નથી, જ્યારે આ એક વાસ્તવિકતા છે, ત્યાં બાળકો હસતા હતા,  એવામાં શંકા પેદા થાય છે કે શું પ્રધાનમંત્રી શિક્ષિત છે? વડા પ્રધાને એક જ દિવસમાં સેંકડો નિર્ણયો લેવાના હોય છે, જો  તેઓ શિક્ષિત નહીં હોય તો અધિકારીઓ ગમે ત્યાં સહી કરાવી લેશે. જેમ નોટબંધી થઈ, GST લાગુ થયો, જેના કારણે અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ, એ જ રીતે કૃષિ કાયદા લાવવામાં આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં, 60,000 શાળાઓ બંધ થઈ ગઈ છે, જેનો અર્થ છે કે શિક્ષણને યોગ્ય મહત્વ આપવામાં આવી રહ્યું નથી. અભણ દેશ કેવી રીતે પ્રગતિ કરશે?

CM કેજરીવાલે કહ્યું કે, હાઇકોર્ટના આદેશે પ્રધાનમંત્રીની શિક્ષા વિશેની શંકા વધારી દીધી છે. જો તેમની પાસે ડિગ્રી છે અને સાચી છે તો પછી બતાવવામાં કેમ નથી આવતી? થોડા સમય પહેલા અમિત શાહે ડિગ્રી બતાવી હતી. બની શકે કે તેઓ અહંકારમાં આવીને ડિગ્રી ન બતાવતા હોય. જનતાના મનમાં બીજો પ્રશ્ન એ છે કે ડિગ્રી નકલી હોઈ શકે છે. વડાપ્રધાને દિલ્હી કે ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોય તો તેમણે એ વાત સેલિબ્રેટ કરવી જોઇએ. આજનો સવાલ એ છે કે શું 21મી સદીના વડાપ્રધાન ભણેલા ન હોવા જોઈએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp