IAS ટીના ડાબીના એક નિર્ણયે ટ્વીટર પર હંગામો મચાવી દીધો

PC: indiatv.in

પોતાની ખુબસરતી માટે જાણીતા IAS અધિકારી ટીના ડાબી હવે એક નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયા છે. પાકિસ્તાનથી રાજસ્થાન આવીને ગેરકાયદે વસવાટ કરતા હિંદુ પરિવારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવાના IAS ટીના ડાબીના નિર્ણયને કારણે ટ્વીટર પર હંગામો મચી ગયો છે.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના કલેક્ટર ટીના ડાબી તેમના એક નિર્ણયને કારણે ચર્ચામાં છે કારણ કે તેમના નિર્ણયને કારણે અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવીને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે.આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા. ટીના ડાબીના આદેશ બાદ, પાકિસ્તાની હિંદુઓના ઘરો પરબુલડોઝર ફેરવવાની આ કાર્યવાહી UIT આસિસ્ટન્ટ એન્જિનિયરની આગેવાની હેઠળ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમર સાગર વિસ્તારમાં રહેતા લોકોના ઘરો ને મોટી સંખ્યામાં પોલીસ દળની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા, મહિલાઓ અને બાળકોને સખત ગરમીમાં રસ્તા પર  આવી જવાની ફરજ પડી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ પાકિસ્તાનથી ભાગીને કોઈક રીતે ભારત આવેલા આ લોકો લાંબા સમયથી અમર સાગરમાં રહેતા હતા, પરંતુ જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પર, તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ હિન્દુ પરિવારોની મહિલાઓએ પણ વહીવટીતંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, પરંતુ ભારે પોલીસ બળ સાથે પહોંચેલી વહીવટીતંત્રની ટીમ દ્વારા તેમના ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા.

પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા ટીના ડાબી પોતાના નિર્ણયને લઈને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણય માટે તેમની ટીકા કરી રહ્યા છે તો કેટલાક આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે.

જેસલમેરના સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટે મંગળવારે અમર સાગર પંચાયતની જમીન પરથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કલેક્ટર ટીના ડાબીના આદેશ બાદ જેસલમેરના અમર સાગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 150 લોકો રસ્તા પર આવી ગયા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિસ્થાપિત પરિવારો અમર સાગર તળાવના કિનારે ગેરકાયદેસર મકાનો બનાવીને રહેતા હતા. જેના કારણે તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. આ સાથે આ જમીન ખૂબ જ કિંમતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં જેસીબી, ટ્રેક્ટર અને પોલીસનો મોટો સ્ટાફ હાજર રહ્યો હતો. અતિક્રમણ હટાવતા લોકોએ વિરોધ પણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp