ખેડૂત માટે ભગવાન બન્યા ડૉક્ટર,ઈલાજમાં લગાવ્યા 5000 ઈન્જેક્શન,કારણ જાણી હેરાન થશો

PC: abplive.com

રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે ચોંકી જશો. મળતી માહિતી મુજબ, એક ખેડૂત પોતાના પાકને જંતુઓથી બચાવવા માટે તેના ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યો હતો. તે જ સમયે તેના શરીરમાં જંતુનાશક દવા પણ પ્રવેશી ગઈ હતી, જેના કારણે ખેડૂત બેભાન થઈ ગયો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ જંતુનાશક એટલું ઝેરી હતું કે તે ખેડૂતનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ખેડૂતના શરીરની અંદર સુધી ઝેરી જંતુનાશક પહોંચી જવાને કારણે તેના બચવાની શક્યતાઓ નહિવત હતી. પરંતુ ડોકટરોએ હિંમત હારી ન હતી અને દર્દીનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ખેડૂતને 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો, જે દરમિયાન દર્દીને 5000 ઈન્જેક્શન આપવામાં આવ્યા. આખરે તબીબોની મહેનત રંગ લાવી અને હવે દર્દી એકદમ ઠીક છે. લગભગ 600 ML જંતુનાશક ખેડૂતના શરીરમાં પ્રવેશી ગયું હતું.

સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દીપક વર્માએ જણાવ્યું કે, પાલી બાંગર હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો, જેની હાલત ખૂબ જ ખરાબ હતી. જંતુનાશકનો મોટો જથ્થો, જેને ઓર્ગેનોફોસ્ફરસ ઝેર કહેવાય છે, તેના શરીરમાં પ્રવેશી ગયો હતો. ખેડૂતની ઉંમર આશરે 35 વર્ષની હતી, તેને ગંભીર હાલતમાં અને બેભાન અવસ્થામાં બાંગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે દર્દી હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને એટ્રોપીન (એન્ટીડોટ)ના 350 ઈન્જેક્શન આપવામાં આવ્યા અને દર્દીને ICUમાં દાખલ કરવામાં આવ્યો. તેમજ તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને ખેડૂતને મિકેનિકલ વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યો હતો.

ડૉક્ટર પ્રવીણ ગર્ગની ટીમે પહેલા દર્દીને તેના ગળામાં કાણું પાડીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું શરૂ કર્યું, કારણ કે દર્દી શ્વાસ પણ લઈ શકતો ન હતો. આ પછી, એન્ટિ-ડોટ દવા એટ્રોપીનના ઇન્જેક્શન શરૂ કરવામાં આવ્યા. દર્દીનો જીવ બચાવવા દર્દીને દરરોજ 208 ઈન્જેક્શન આપવામાં આવતા હતા, જેથી ઝેરની અસર દૂર થઈ શકે. આ સાથે દર્દીને દવાઓ પણ આપવામાં આવી હતી. દર્દીને 24 દિવસ સુધી હોસ્પિટલમાં ડોકટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો અને ધીમે ધીમે દર્દીની સ્થિતિમાં સુધારો થયો. હવે 24 દિવસ પછી દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને ડોક્ટરોએ તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

યુવકના માતા-પિતા ગુજરી ગયા છે. તે તેની મોટી બહેન સાથે રહેતો હતો. બહેન અને તેના બાળકોએ હોસ્પિટલમાં 26 દિવસ સુધી યુવકની સેવા કરી. આ યુવક ખેતી ઉપરાંત માર્બલ ફિટિંગનું કામ પણ કરે છે. બહેને કહ્યું કે, હોસ્પિટલમાં મારા ભાઈને બચાવવા માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે કરેલા પ્રયત્નોની હું જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp