કૂતરાના કૂતરી સાથે લગ્ન કરાવી વરઘોડામાં જાનૈયાનો ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો

PC: thelallantop.com

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ઢૌલ નગારા સાથે કુતરા કુતરીના લગ્ન કરાવાયા. કાયદેસર વરઘોડો નીકળ્યો અને ફેરા પણ થયા. લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. તેમાં લોકો નાચતા ગાતા નજરે પડ્યા. આરતીની થાળી પણ છે અને વરમાળા પણ છે. હિંદુ રીતિ રિવાજ સાથે ટોમી અને જેલીના લગ્ન સંપન્ન થયા.

જેલી, રામપ્રકાશ સિંહની પાલતુ કુતરી છે. તે 7 મહિનાની છે. જ્યારે, ટોમી સુખરાવાલી ગામના પર્વ પ્રધાન દિનેશ ચૌધરીનો પાલતુ કુતરો છે. બન્નેના લગ્ન મકર સંક્રાંતિના દિવસે એટલે કે, 14મી જાન્યુઆરીના રોજ નક્કી થયા. આ કુતરાઓના લગ્ન કોઇ ઇન્ડિયન બિગ ફેટ વેડિંગથી ઓછા ન હતા.

દુલ્હન બનેલી જેલી અને તેનો પરિવાર ટિકરી રાયપુરથી લગ્ન કરવા આવ્યા હતા. વરરાજો ટોમી અને તેના પરિવારવાળાઓએ સ્વાગત સુખરાવલી ગામમાં કર્યું. જેલીએ પરિવારથી આવેલા લોકોએ ટોમીને તિલક પણ લગાવ્યું. ત્યાર બાદ જુલૂસ સાથે ટોમીનો વરઘોડો કાઢવામાં આવ્યો. ઢોલ નગારાની સાથે લોકો નાચતા ગાતા ટોમીના વરઘોડામાં ગયા. વરઘોડા બાદ વરમાળા થઇ. કુતરા કુતરીના લગ્ન હિંદુ રીતિ રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા.

ટોમીના માલિક દિનેશ ચૌધરીએ કહ્યું કે, મકર સંક્રાંતિના અવસર પર અમે લગ્નનું આયોજન કર્યું હતું. લગ્નમાં ચોખ્ખા ઘીનું ભોજન લોકોને પરોસવામાં આવ્યું હતું. આ ખોવાનું ગામના કુતરાઓને પણ ખવડાવવામાં આવ્યું હતું. દિનેશે કહ્યું કે, લગ્નમાં 40થી 45 હજાર રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે નવેમ્બર મહીનામાં ગુરુગ્રામમાં પણ એક આવા જ લગ્ન થયા હતા. જ્યાં કપલે પોતાના પાલતુ કુતરાના લગ્ન પડોસની એક કુતરી સાથે કરાવ્યા હતા. લગ્ન માટે 100 ઇન્વિટેશન કાર્ડ પણ મોકલવામાં આવ્યા હતા. હિંદુ રીતિ રિવાજ સાથે મોટા ઉત્સાહની સાથે લગ્ન સંપન્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp